Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

પવિત્ર શ્રાવણ માસ

સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ તથા લયનું કારણ...બ્રહ્મ....!

ન સમજાય એવી મહાદેવજીની શકિત

હે ! ઇસ્ટ વરદાન આપનાર આપ દેવાધિદેવ મહાદેવ....! આપ સૌ કોઇની મનોકામના પુર્ણ કરો છો....

હે ! પ્રભુ ! મધ જેવી મધુર અને પરમ અમૃત સમાન - અલંકાર વાળી વેદવાણી તમે ઉત્પન્ન કરો છો...

ઇશ્વરની સ્તુતિ કરવી યોગ્ય છે. એમની સ્તુતિ કદી નિષ્ફળ નિવડતી નથી.

હે ! પ્રભુ ! ઉત્પતિ, સ્થિતિ, અને પ્રલય કરનારૂ, ત્રણે વેદોએ સાચી વસ્તુરૂપે પ્રતિપાદિત કરેલું અને સત્વાદિ ગુણોએ કરીને ભિન્ન એવા ત્રણે શરિરોમાં અલગ-અલગ સ્થપાયેલું એવું જે આપનું ઐશ્વર્ય છે. તેનું ખંડન કરવા આ લોકમાં કેટલાંક મંદ બુધ્ધિવાળાઓનું કયારેય ત્રણે લોકમાં ભલુ થતું નથી.

પ્રપંચની ઉત્પતિ, પરિપાલન, અને સંહાર કરનારૂ, ત્રણે વેદના મુખ્ય પ્રતિ પાદન યોગ્ય, વિષયરૂપ અને ખરી રીતે એક છતાં સત્યત્વ રજોગુણ, અને તમોગુણ યુકત - બ્રહ્મા, વિષ્ણુ - મહેશ એમાં ત્રણે સ્વરૂપોમાં તદ્ન અલગ અલગ પ્રકાર થયેલું આપનું ઐશ્વર્ય છે.

જે ધર્મ સર્વ સામાન્ય ન હોય, અસાધારણ હોય અને કોઇ કોઇ વખતે ભકતની સાથે રહેતો હોય તો તે તટસ્થ લક્ષણ છે. જેમ કે છતર ચામરાદિ એ ચિન્હ સર્વ સાધારણ નથી. પરંતુ ખાસ વિશિષ્ટ વ્યકિતની સાથે એટલે કે રાજાની સાથે જ તેનો સંબંધ હોય છે. પણ સર્વ કાળે રહેતું નથી. તેથી તટસ્થ લક્ષણ કહેવાય છે.

જયારે સ્વરૂપ લક્ષણનો વસ્તુની સાથે સર્વ કાળે રહેનારૂ હોય છે. જેમ કે ચંદ્રનો ઉજ્જવળ પ્રકાશ એ ચંદ્રનું રૂપ લક્ષણ છે.

એવી જ રીતે જગતની ઉત્પતિ, સ્થિતિ તથા લયનું કારણ-બ્રહ્મ છે. તે બ્રહ્મનું તટસ્થ લક્ષણ છે. બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ છે. સત્ય છે, અને અનંત છે. તે બ્રહ્મનું સ્વરૂપ લક્ષણ છે.

પરમ કૃપાળુ પરમાત્માનું ઐશ્વર્ય, સર્વ પ્રમાણોથી સાબીત થઇ ચૂકયું છે.

તર્ક થી ન સમજાય તેવી દેવાધિદેવ મહાદેવની શકિત છે. હે ! પ્રભુ ! આપનું ઐશ્વર્ય તર્ક વડે સમજાય તેવું નથી.

વાસ્તવિક રીતે જોતા આત્મ જ્ઞાન કોઇ પ્રત્યક્ષ પ્રમાણોથી સાધ્ય થઇ શકતું નથી. તે તો ગુરૂ-ભકિતથી અને વેદ ઉપરની અચલ શ્રધ્ધાથી જ સાધ્ય કરી શકાય છે.

વદો પાણી પોતે, મધુશી મધુરી અમૃતમયી પછી કયાંથી લાગે. સૂરગુરૂ-ગીરા અદભુત થઇ.

છતાં આ વાણી શું તુ જ ગુણ ગણી પાવન કરૂ.

અને એ અર્થે આ પૂરમથન મારી મતિ ધરૂ...!

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:43 am IST)
  • સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કોવોડે પેરોલ પરથી ફરાર સુરેન્દ્રનગરના આરોપી રમેશ બ્બુભાઈ પરમારને ગોંડલથી ઝડપી લીધો :રાજકોટની મધ્યસ્થ જેલમાં ધકેલાયો access_time 9:44 pm IST

  • મહારાષ્ટ્રમાં સામાજિક કાર્યકર નરેન્દ્ર દાભોલકર હત્યા કેસ મામલે એટીએસ દ્વારા શિવસેનાના પૂર્વ કોર્પોરેટર શ્રીકાંત પન્ગારકરની ધરપકડ : એટીએસ શ્રીકાંતની ધરપકડ બાદ તેને લઈને કોર્ટ પહોંચી : કોર્ટે શ્રીકાંતને 28 ઓગસ્ટ સુધી કસ્ટડીમાં મોકલી આપ્યો છે. access_time 12:51 am IST

  • અમારી પાસે સદનમાં પૂર્ણ બહુમત હોત તો ખરડો લાવીને રામમંદિરનું નિર્માણનો માર્ગ મોકળો કરી શકાય :જયારે અમારી પાસે બંને સદનોમાં બહુમતી હશે અમો એ તાકતનો સદુપયોગ કરીશું : યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય access_time 10:54 pm IST