Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

કેરળના પૂરપીડિતોની મદદ કરવા બૉલીવુડના સ્ટાર્સની અપીલ :સાઉથના સ્ટાર અલ્લુ અર્જુને આપ્યા 25 લાખ

કેરળમાં સદીની સૌથી મોટી તબાહી સામે ઝઝુમી રહ્યું છે.ત્યારે બોલીવુડના સ્ટાર્સે પૂરપીડિતોની મદદ કરવા અપીલ કરી છે હાલમાં ખરાબ સ્થિતિ વચ્ચે રેસ્ક્યુ ટીમ બચાવ કામગીરી કરી રહી છે.સેના,નેવી, એરફોર્સ એનડીઆરએફ, આઈટીબીપીના જવાનો દેવદૂત બનીને કામ કરી રહી છે

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને ટ્વિટ કરતાં કેટલાંક હેલ્પલાઇન નંબર્સ શેર કરીને લખ્યું છે કે કેરળની સ્થિતી ખૂબ જ ભયાવહ છે. કૃપા કરીને પૂરગ્રસ્તોની મદદ કરો

 અમિતાભના દિકરા અભિષેક બચ્ચનએ પણ લોકોને પડીતોની મદદ કરવાની અપીલ કરી છે. અભિષેકે ટ્વિટ કર્યુ છે કે, કેરળમાં જે કંઇ પણ થઇ રહ્યું છે તે જોઇને તકલીફ થઇ. જેટલું શક્ય હોય લોકોની મદદ કરો.

 સાથે જ અનુષ્કા શર્માએ પણ ટ્વિટ કર્યુ છે કે, કેરળમાં પૂરથી જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. જેટલું પણ શક્ય છે લોકની મદદ કરો. આ ઉપરાંત ભૂમિ પેડનેકરે ટ્વિટ કર્યુ કે, કેરળમાં સ્થિતી ખૂબ જ ખરૂ છે. ભગવાનને એ જ પ્રાર્થના છે કે તમામ લોકો સલામત રહે. કૃપા કરીને લોકોની મદદ માટે આગળ આવો.

  એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે ટ્વવિટ કર્યુ કે કેરળના પૂર ગ્રસ્તોની સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરૂ છુ. તેમને આપણી મદદની જરૂરિયાત છે. નાનો કે મોટો તમારાથી શક્ય હોય તેટલો રિલિફ ફંડમાં સહયોગ કરો.

 પૂરગ્રસ્તો માટે ફક્ત બોલીવુડ જ નહી સાઉથ સિનેમાના સ્ટાર્સ પણ આગળ આવ્યાં છે. એક્ટર મોહનલાલે ટ્વિટ કર્યુ કે, કેરળના પૂરગ્રસ્તોની મદદ માટે આગળ આવો. અલ્લૂ અર્જૂને ટ્વિટ કર્યુ કે, કેરળના લોકોનું મારા મનમાં ખાસ સ્થાન છે. મે 25 લાખ રૂપિયા દાનમાં આપ્યાં છે. તમારાથી શક્ય હોય તેટલું જરૂરથી દાન કરો.

(9:04 am IST)