Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

પોલીસે ગાળો દીધી અને જાનથી મારી નાખવાની ધમકી દીધી : જમીન મળ્યા બાદ હાર્દિક પટેલનો ગંભીર આરોપ

અમદાવાદ :આજે ઉપવાસ કરવા જઈ રહેલ પાસના સુપ્રીમો હાર્દિક પટેલની તેના નિવાસ સ્થાનેથી અટકાયત કરાયા બાદ ક્રાઇમ બ્રાન્ચ લઇ જવાયો હતો દરમિયાન સાંજે જામીન મળ્યા બાદ હાર્દિકે મીડિયાકર્મીઓ સાથે વાત કરતા કહ્યું કે, પોલીસે ખોટી રીતે અમારી ધરપકડ કરી હતી પીઆઈએ ગાળો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો આરોપ લગાવ્યો છે.     

   આ સાથે ભાજપ સરકાર, વિજયભાઈ રૂપાણી અને અમીતભાઈ  શાહના ઈશારે પોલીસ કામ કરી રહી છે. આમરણાંત ઉપવાસના કાર્યક્રમને રોકવા માટે ભાજપ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેઓ કોઈ પણ સંજોગોમાં આ કાર્યક્રમ યથાવત રાખશે. જેલમાં મોકલશે તો જેલમાં ઉપવાશ કરશેે તેવું હાર્દિકે કહ્યું હતું.

(12:00 am IST)