Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

કેરળ પૂરપીડિતો માટે સહાય મોકલવા ઈચ્છુકો માટે રેલેવેનો નિર્ણય :રાહત સામગ્રી પર કોઈપણ પ્રકારનો ચાર્જ નહિ વસુલે

કેરળ તરફ જતી ટ્રેનોમાં કોઇપણ ચાર્જ વગર સામગ્રી મોકવાની વ્યવસ્થા

નવી દિલ્હી: કેરળમાં પૂરપીડિતો માટે રાહત સહાય સામગ્રી મોકલવા ઉચ્છુકો માટે રેલવેએ મોટો નિર્ણંય કર્યો છે રેલવેએ કેરળમાં મોકલવામાં આવતી રાહત સામગ્રી દેશના કોઇપણ ભાગમાંથી ટ્રેન દ્વારા કેરળ મોકલવામાં રેલવે કોઇપણ પ્રકારનો ચાર્જ નહીં લેવાનો નિર્ણય કર્યો છે. કેરળના કોઇપણ સ્ટેશન માટે સામન બુક કરાવી શકાશે. ત્યારે રેલવેના વિવિધ મંડળોના મંડળ રેલ મેનેજરે રાહત કાર્યો ઝડપી કરવા માટે કોઇપણ પ્રરકાનો નિર્ણય લેવાની અનુમતી આપી છે

 . કેરળ તરફ જતી ટ્રેનોમાં કોઇપણ ચાર્જ વગર સામગ્રી મોકવાની વ્યવસ્થા 31 ઓગસ્ટ સુધી ચાલુ રાખવામાં આવશે.દરેક પ્રકારની યાત્રા ટ્રેનમાં હાજર એસએલઆર અથવા પાર્સલ વેનમાં રાહત સામગ્રીને બુક કરી કેરળ મોકલવા પર કોઇ ચાર્જીસ લગાવવામાં નહીં આવે. કેરળમાં રાહત સામગ્રી તાત્કાલીક ધોરણે પહોંચાડવામાં આવે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે દેશના કોઇપણ ભાગમાંથી સરકારી અથવા અન્ય સંસ્થાઓ તરફથી રાહત કાર્યો માટે મોકલવાની રાહત સામગ્રી બુક કરવવા પર કોઇપણ પ્રકારનો ચાર્જ ન લેવાની વાત કરવામાં આવી છે.

(7:46 pm IST)