Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

વાજપેયીના હનુમાન મનાતા ' આ ' હસ્તીને અટલજીના નિધનના ખબર અપાયા જ નથી

લાંબા સમયથી બીમાર હોવાથી અટલજીના નિધનના સમાચારથી તેના સ્વાસ્થ્ય પર માઠીઅસર પડી શકે

નવી દિલ્હી- ભારતરત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું 93 વર્ષની ઉંમરે નિધન થતા દિલ્હીમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા અને તેમની અસ્થિઓને ગંગામાં વિસર્જિત કરવામાં આવી છે અટલ બિહારી વાજપેયીના નિધનથી દેશ-વિદેશમાં રહેતા તેમના પ્રશંસકો શોકમાં છે પરંતુ અટલજીના હનુમાન મનાતા અને ભાજપના એક નેતા એવા છે જેમને હજી સુધી અટલજીના નિધનના સમાચાર અપાયા નથી

   અટલ સરકારમાં વિદેશ અને નાણાં મંત્રી રહી ચુકેલા જસવંત સિંહ અત્યારે બીમાર છે અને તેમને હજી સુધી વાજપેયીના મૃત્યુના સમાચાર નથી આપવામાં આવ્યા. જસવંત સિંહના દીકરા માનવેન્દ્ર સિંહે એક બ્લોગમાં લખ્યું છે કે, તે હજી સુધી પોતાના પિતાને નથી જણાવી શક્યા કે અટલજી હવે આ દુનિયામાં નથી રહ્યા. 

   માનવેન્દ્રએ લખ્યું છે કે, તેમના પિતા લાંબા સમયથી બીમાર છે અને તેમને અટલજીના મૃત્યુ વિષે નથી જણાવાવમાં આવ્યું, કારણકે તેનાથી તેના તેમના સ્વાસ્થ્ય પર માઠી અસર પડી શકે છે. 

   અત્રે ઉલ્લેખનીય છે કે વાજપેયી સરકારમાં જસવંત સિંહ વિદેશ મંત્રી અને નાણાંમંત્રી રહ્યા હતા. થોડા વર્ષો પહેલા બ્રેઈન હેમરેજ થવાને કારણે તે કોમામાં જતા રહ્યા હતા અને ત્યારપછી સતત ડોક્ટર્સની દેખરેખ હેઠળ છે.

 માનવેન્દ્રએ લખ્યું કે, જિન્ના પર લખેલા પુસ્તક પર આપવામાં આવેલા નિવેદન પછી પિતાજીને પાર્ટીમાંથી નીકાળી દેવામાં આવ્યા હતા. વાજપેયીજીએ પિતાજીને ફોન કરીને બોલાવ્યા હતા અને આ નિર્ણય વિરુદ્ધ ગુસ્સો પણ વ્યક્ત કર્યો હતો. તે સમયે તેમણે મારા પિતાજીને જે કહ્યુ હતું તે હું જાહેર નથી કરી શકતો. 

   આ બ્લોગમાં માનવેન્દ્રએ આગળ લખ્યું છે કે, પિતા હંમેશા કહેતા હતા કે ભારતીય રાજનીતિમાં તેમણે વાજપેયી અને અડવાણી જેવી મિત્રતા ક્યારેય નથી જોઈ. મારા પિતાજી અને અટલજીનો સંબંધ પણ અતૂટ હતો. માનવેન્દ્ર લખે છે કે, વાજપેયીજી અટલ સરકારમાં સંકટમોચકની ભૂમિકામાં હતા, જે કારણે વાજપેયીજી તેમને મજાકમાં હનુમાન કહેતા હતા.

(6:33 pm IST)