Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

અમેરિકાના મેકોનમાં બે શશસ્ત્ર લૂંટારૃઓએ ગુજરાતી યુવાન અલ્પેશ પ્રજાપતિની ગોળી મારીને હત્યા કરી

યુવકે એલાર્મ સિસ્ટમ નજીક જવાનો પ્રયાસ કર્યો ત્યારે લૂંટારુઓએ તેને ગોળી મારી દીધી

અમેરિકાના મેકોનમાં બે સશસ્ત્ર લૂંટારુએ 36 વર્ષના અલ્પેશ પ્રજાપતિની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. કેસની તપાસ બિબ કાઉન્ટી પોલીસ કરી રહી છે.સ્ટોરની અંદરના ફૂટેજના આધારે પોલીસ હજુ પણ બે હત્યારાની શોધખોળ કરી રહી છે

  . વીડિયો ફૂટેજમાં બુકાની બાંધીને આવેલા બે સશસ્ત્ર લૂંટારુએ પહેલા સ્ટોરમાંથી ડોલર આપવાનું કહીને યુવક સાથે ઉગ્ર બોલાચાલી કરીને ગોળી મારતા હોય તેવું દેખાઇ રહ્યું છે. યુવકે એલાર્મ સિસ્ટમ નજીક જવાનો પ્રયાસ કર્યો ત્યારે લૂંટારુઓએ તેને ગોળી મારી દીધી હોવાનું સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે.જે પછી એક લૂંટારુ યુવકને કેમેરાની સામેથી દૂર લઈ ગયો હતો અને પછી વીડિયો ફૂટેજમાં 15 સેકન્ડ સુધી કશું દેખાતું નથી

  મામલામાં પોલીસે જણાવ્યું હતું કે, અમે સ્ટોર પર પહોંચ્યા ત્યારે યુવક લોહીલુહાણ હાલતમાં હતો. અમે તેમને નેવિસેન્ટ હેલ્થ મેડિકલ સેન્ટરમાં લઈ ગયા હતા. પરંતુ યુવકનું અવસાન થયું હતું. દરમિયાન સ્ટોરમાં કામ કરતા અન્ય કર્મચારીઓને પણ નાની-મોટી ઈજા થઈ હતી.
  
સ્ટોરમાં એક વર્ષ પહેલાં પણ આવી રીતે લૂંટ થઈ હતી. લૂંટારુઓ અને અલ્પેશ પ્રજાપતિના હત્યારાઓને શું સંબંધ છે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. લૂંટારુઓએ કાળી બુકાની, ગ્રે હુડેડ સ્વેટ શર્ટ, બ્લેક પેન્ટ-શૂઝ અને સફેદ રંગના ગ્લવ્ઝ પહેર્યા હતા. પોલીસ હાલ તેના હત્યારાઓને શોધી રહી છે.

(5:39 pm IST)