Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

USAID એશીયા હેડ તરીકે ઇન્ડિયન અમેરિકન એટર્ની મહિલા સુશ્રી સુ ઘોષ સ્ટ્રીકલેટની નિમણુંક : પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરાયેલી નિમણૂકને સેનેટની બહાલી મળ્યે અમલી બનશે

વોશિંગટન : યુ.એસ.એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ( USAID ) એશિયાના હેડ તરીકે ઇન્ડિયન અમેરિકન એટર્ની મહિલા સુશ્રી સુ ઘોષ સ્ટ્રીકલેટની નિમણુંક થઇ છે.પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરાયેલી નિમણૂકને સેનેટની બહાલી મળ્યે  અમલી બનશે
સુશ્રી  સુ ઘોષ સ્ટ્રીકલેટ રિપબ્લિકન પાર્ટી તથા હિન્દૂ અમેરિકન કોલીશન સાથે જોડાયેલા  છે.તેમજ  2016 ની સાલમાં પ્રેસિડન્ટ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પના પ્રચારની કામગીરી સંભાળી ચુક્યા છે.તેઓને USAID એશિયા બ્યુરોના આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટર ઇન્ચાર્જ તરીકે નિમણુંક અપાઈ છે.જે સેનેટની બહાલી મળ્યે અમલી બનશે

(8:01 pm IST)