Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

હોસ્પિટલ સ્ટાફને પૈસા ન આપ્યા તો બાળક પાસેથી ખેચાવ્યું સ્ટ્રેચર

સોશ્યલ મીડિયામાં વિડિયો વાયરલ

 નવી દિલ્હી, તા.૨૦: સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં દેવરિયા જિલ્લાની હોસ્પિટલમાં દર્દીઓ સાથે નાની-નાની સુવિધાઓ માટે પૈસા લેવાતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ વીડિયોમાં છ વર્ષનો નિર્દોષ બાળક સ્ટ્રેચર લઈને દર્દીને લઈ જતા જોવા મળે છે. નિર્દોષનાં નાના આ સ્ટ્રેચર પર છે.

દેવરિયાનાં બરહજ વિસ્તારનાં ગૌરા ગામનો રહેવાસી છેદી યાદવ ગત દિવસોમાં મારા-મારીનીએ એક દ્યટનામાં ઈજાગ્રસ્ત થઇ ગયો હતો. તેમને દેવરિયા જિલ્લા હોસ્પિટલનાં સર્જિકલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેદી યાદવની પુત્રી બિંદુએ જણાવ્યું કે, તે ત્રણ ચાર દિવસથી તેના પિતા સાથે જિલ્લા હોસ્પિટલમાં છે. અહીં તેમને ડ્રેસિંગ માટે વચ્ચે-વચ્ચે ડ્રેસિંગ રૂમમાં લઈ જવા પડે છે. બિંદુ દેવીએ જણાવ્યું કે, હોસ્પિટલનો સ્ટાફ દર વખતે સ્ટ્રેચર માટે ૩૦ રૂપિયા માંગે છે.

પરિવારની સ્થિતિ વારંવાર આટલા પૈસા ચૂકવી શકે તેવી નથી જેથી તેમને ના કહી દેવામાં આવી હતી. આ સમયે હોસ્પિટલનાં સ્ટાફે છેદી યાદવને ડ્રેસિંગ માટે લઇ જવાની ના પાડી હતી. તેમણે કહ્યું કે, જો ૩૦ રૂપિયા આપવાના ન હોય તો દર્દીને જાતે જ ડ્રેસિંગ રૂમમાં લઇ જવા પડશે. ત્યારબાદ બિંદુ દેવી, તેના છ વર્ષનાં બાળક શિવમ યાદવની મદદથી પિતાને ડ્રેસિંગ રૂમમાં લઈ ગઈ હતી. દરમિયાન કોઈએ વીડિયો બનાવી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.

સ્ટ્રેચર ચલાવતા છ વર્ષનાં છોકરાનો વીડિયો જિલ્લા હોસ્પિટલમાં વાયરલ થયો છે. આ દ્યટના બાદ અધિકારીઓનું વલણ બદલાઇ ગયુ છે. સી.એમ.એસ. ડો. છોટેલાલે જણાવ્યું હતું કે, તેમને આ દ્યટનાની જાણકારી નથી. જાણવા મળ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. જો કે અહી નવાઇની વાત એ છે કે એક એવો સમય જયારે માનવતા ખરા અર્થમાં સાબિત કરવાનો સમય છે ત્યારે આવા વીડિયો માનવતા પર મોટો સવાલ ઉભો કરે છે.

(4:33 pm IST)