Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

- તો ૩૦મીથી એક સપ્તાહ દે ધનાધનવાળી

પેસીફીક મહાસાગરમાં અને બંગાળના ઉપસાગરમાં સારી પરિસ્થિતિ બનવાની શકયતા : ચોટીલાની આસપાસ, સુરેન્દ્રનગર જીલ્લો, મધ્ય સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સારો વરસાદ પડે તેવી સંભાવના

રાજકોટ, તા. ૨૦ : હાલમાં અરબી સમુદ્રનું વહન સક્રિય છે. પરંતુ બંગાળના ઉપસાગરનું વહન સક્રિય નથી. પેસીફીક મહાસાગરમાં જો વિશિષ્ટ સ્થિતિનું નિર્માણ થાય અને બંગાળના ઉપસાગરમાં પણ સારી પરિસ્થિતિ બને તો બંગાળના ઉપસાગરનું હવન ઉત્તર - મધ્ય ગુરાત તેમજ મધ્ય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સમેત રાજયના ઘણા ભાગોમાં સારો વરસાદ લાવી શકે.

તા.૨૪ જુલાઈ બાદ બંગાળના ઉપસાગરનું વહન સક્રિય થઈ શકે. તા.૨૫-૨૬,-૨૭માં આ વહનની સક્રિયતા રહે તો ૩૦મી જુલાઈથી ૮મી ઓગષ્ટ સુધીમાં ગુજરાત - સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં સારો કે ભારે અને કોઈ કોઈ ભાગોમાં અતિ ભારે વરસાદ આવી શકે જેની શકયતા જણાય છે.

૩૦મી જુલાઈથી દક્ષિણ ગુજરાતના ભાગો, મુંબઈ - મહારાષ્ટ્રના ભાગોમાં પણ વહન સક્રિય થાય અને ૩૦ જુલાઈથી ૮મી ઓગષ્ટ સુધીમાં આહવા, ડાંગ, વલસાડના ભાગો, નવસારી, સુરત, બારડોલીના ભાગો, ભરૂચ - નર્મદાના ભાગો, મહેસાણાના ભાગો, સાપુતારાના ભાગો, પંચમહાલના ભાગો, અરવલ્લીના ભાગો, મહેસાણાના ભાગો, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, બેચરાજી, માંડલ, વિરમગામ, સાણંદ અને ધંધુકા - ધોળકાના ભાગોમાં પણ વરસાદ આવવાની શકયતા રહે. ચોટીલાના ભાગો, સુરેન્દ્રનગર જીલ્લાના ભાગો, મધ્ય સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં વરસાદની સંભાવના છે.

(3:56 pm IST)