Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

અંતે પંજાબ સીએમએ નવજોતસિંહ સિધ્ધુનું રાજીનામુ સ્વીકાર્યુ

રાજયપાલને સોંપવામાં આવ્યું: સિધ્ધુએ ટવીટ કરીને આપી જાણકારી

નવી દિલ્હી, તા.૨૦: છેવટે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે નવજોત સિધ્ધુનુ રાજીનામું મંજૂર કરી દીધુ છે, તેમણે રાજયપાલને રાજીનામું મોકલી દીધુ છે.

૨ દિવસ પછી સિધ્દ્યુનું રાજીનામું ઘ્પ્હ્ય્ મંજૂર કર્યુ છે. જોકે ઘ્પ્હ્ય્ સિધ્દ્યુને મનાવવા માટેની જવાબદારી સંદીપ સંધૂને આપી હતી, જેમાં તેઓ સફળ થયા ન હતા.

ઉલ્લેખનીય છે કે, ૧૪ જૂલાઇના નવજોતસિંહ સિધ્દ્યુએ કેબિનેટ મંત્રીના પદ પરથી રાજીનામું આપી દીધુ હતુ. સિધ્દ્યુએ ટ્વીટ કરીને રાજીનામાની જાણકારી આપી હતી. ટ્વિટર પર પોસ્ટ કરેલા રાજીનામાનું તારીખ ૧૦ જૂનની છે, જેમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના અધ્યક્ષને સંબોધિત કરવામાં આવ્યા હતા. આ ટ્વીટમાં લખ્યુ હતુ કે તેઓ પજાંબ કેબિનેટના મંત્રી તરીકે રાજીનામું આપે છે. તેમણે આ રાજીનામું મુખ્યમંત્રી અમરિંદર સિંહને પણ મોકલ્યુ હતુ.

મુખ્યમંત્રી કેપ્ટન અરમિંદર સિંહે જયારે દિલ્લીમાં મીડિયા સાથે વાતચીત કરી ત્યારે કહ્યુ હતુ કે, ચંદીગઢ જઇને સિધ્દ્યુના રાજીનામાને વાંચશે અને તે પછી કોઇ નિર્ણય લેશે. પરંતુ ૧૭ જૂલાઇના સાંજે મુંખ્યમંત્રી દિલ્લીથી પરત ફર્યા, તેમ છતાં સિધ્દ્યુના રાજીનામાને લઇને કોઇ નિર્ણય ના કરી શકયા. આગામી ૨ દિવસ તેમણે વિચારવામાં પસાર કર્યા એટલુ જ નહીં સિંધ્દ્યુનુ મનાવવા માટે પ્રયત્ન પણ કર્યા પરંતુ તેઓ ના માન્યા.

વાસ્તવમાં ૬ જૂનના સીએમ કેપ્ટન અમરિંદર સિંહના મંત્રીમંડળમાં ફેરબદલ કરતા સિધ્દ્યુના ખાતામાં ફેરફાર કર્યો. જેના ૨ દિવસ પછી સરકારની મહત્વપૂર્ણ યોજનામાં નિયમિત સમીક્ષા કરવા માટે કેટલાક ગ્રુપ બનાવ્યા, પરંતુ આ ગ્રુપમાં સિધ્દ્યુને જગ્યા ના આપી. ખાતાની ફેરબદલથી નાખુશ સિધ્દ્યુએ અત્યાર સુધી પોતાનું કાર્યભાર સંભાળ્યો ન હતો.

તેમણે ૯ જૂનના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. તે પછી ટ્વીટ કરીને કોંગ્રેસ અધ્યક્ષે પત્ર આપ્યો અને સ્થિતિ વિશે જાણકારી આલપી. ત્યારે સમાચાર આવ્યા હતા, રાહુલ ઙ્ગગાંધીએ અમહદ પટેલને કેપ્ટન અને સિધ્દ્યુ વચ્ચે ચાલી રહેલા વિવાદને પૂરો કરવાની જવાબદારી સોંપી હતી.

સિધ્ધુ પર સતત દબાણ વધી રહ્યુ હતુ કે, કયાં તો તે કાર્યભાર સંભાળે કયાં તો રાજીનામુ આપી દે. જોકે છેવટે સિદ્ઘુએ ૧૦ જૂને પાર્ટીના તત્કાલિન રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના નામથી સંબોધિત રાજીનામુ આપ્યું હતું. રવિવારે તેમણે તેને સોશ્યલ મીડિયા પર શેર કર્યું હતું. બાદમાં સિદ્ઘુએ મુખ્યમંત્રી અમરિંદરને ઝડપથી રાજીનામુ મોકલવાની માહિતી સોશિયલ મીડિયા પર આપી હતી. સિદ્ઘુ જાન્યુઆરી ૨૦૧૭માં ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થયા હતા.

(4:50 pm IST)