Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

શું તમે જાણો છો ?: ભારતમાં હજુ એક સ્થળે બ્રિટીશ રાજ ચાલે છે!!!

અહિં કોઈપણ કામ કરતા પહેલા બ્રિટીશ સરકારની મંજુરી લેવી પડે છે

નવીદિલ્હીઃ આપણો દેશ આઝાદ થયા ઘણાં વર્ષો થઇ ગયા. આઝાદીની ઉજવણી ૧૫ ઓગસ્ટના રોજ કરીએ છીએ.  હજુ પણ દેશમાં એક જગ્યા છે જયાં આજે પણ બ્રિટીશ સરકારની હકુમત ચાલે છે. અહીં કોઇ પણ કામ કરતાં પહેલાં બ્રિટિશ સરકારની પરવાનગી લેવી પડે છે.

આ સ્થળ જયાં ભારત સરકારના અધિકાર ક્ષેત્રમાં હોવા છતાં નથી, આ સ્થળ નાગાલેન્ડની રાજધાની કોહીમામાં છે જેને 'કોહિમા વોર સિમેટ્રી' તરીકે ઓળખાય છે. આ સ્થળની હિસ્ટ્રી પણ જોરદાર છે, અહીં બીજા વિશ્વયુદ્વમાં તૈયાર થયેલા ૨૭૦૦ બ્રિટિશ સૈનિકોની કબર છે. અહીં પરવાનગી વિના કોઇ જોવા મળતુ નથી. આ જગ્યા પર ચિંડવિન નદી કિનારે જાપાનની સેનાએ આઝાદ હિંદ ફોઝ સાથે મળીને બ્રિટિશ સરકાર પર હુમલો કર્યો હતો. જે ઇતિહાસમાં કોહીમા યુદ્વના નામે જાણીતો હતો.

તેથી જ આ સૈનિકોની યાદમાં બ્રિટિશ સરકારે અહીં સ્મારક બનાવ્યુ હતુ. આ સમયે દુનિયાના મોટાભાગના દેશોમાં બ્રિટનની હકુમત ચાલતી હતી. તેથી જ આવા અનેક સ્મારક ભારત ઉપરાંત અન્ય દેશો જેવા કે ઓસ્ટ્રેલિયા સહિત કેનેડામાં પણ છે. અહીંના તમામ સ્મારકોનું કામ કોમનવેલ્થ વોર ગ્રેવ કમીશન કરે છે.

આ સ્મારક પાસેના રસ્તાઓને પહોળો કરવા માટે ભારત તરફથી પ્રસ્તાવ પણ મુકવામાં આવેલ, પણ બ્રિટિશ સરકારે તેને ફગાવી દીધો હતો. નેતાજી સુભાષ ચંદ્ર બોસ સંસ્થાના પદાધિકારી આ જગ્યાને પોતાના અધિકાર ક્ષેત્રમાં લેવા માટે ભારત સરકાર સાથે વાતચીત કરી રહ્યાં છે.

(2:36 pm IST)