Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

મધ્યપ્રદેશમાં પણ મોબ લિન્ચીંગઃ ''મોર'' ચોરીના આરોપમાં વૃધ્ધની ભીડ દ્વારા હત્યા

ભોપાલઃ હજુ બિહારમાં થયેલ મોબ લિન્ચીંગની ઘટના તાજી છે ત્યાં જ મધ્યપ્રદેશના નિમચમાં મોર ચોરીના આરોપમાં એક વૃધ્ધની ભીડ દ્વારા પીટી- પીટીને હત્યા કરવામાં આવી છે. ભીડ દ્વારા ચોરીના આરોપમાં બે લોકોને માર મારવામાં આવેલ. જેમાંથી એક વૃધ્ધનું મૃત્યુ થયેલ. આ ઘટના કુકડેશ્વર પોલીસ સ્ટેશનના લસુડીયા આતરી ગામની છે. પોલીસે ૧૦ લોકો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. ગ્રામજનોએ ચાર મોર ચોરને રંગેહાથ પકડયા હતા. જેમાંથી બાકીના ફરાર થઈ ગયેલ. ઝપટે ચડેલ વૃધ્ધની ભીડ દ્વારા પીટાઈ કરાયેલ. પોલીસે હોસ્પીકટલ ખસેડતા ડોકટરોએ મૃત જાહેર કરેલ. ચોરના થેલામાંથી ૪ મૃત મોર મળી આવેલ.

(1:16 pm IST)