Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

લગ્ન પહેલાં ટ્રાન્સફર થઇ જતાં કર્મચારીએ ઓફિસની બહાર પ્રોટેસ્ટ કર્યો અને લગ્નની વિધિ પણ ધરણાના મંડપમાં જ કરી

અમરાવતી, તા.૨૦: અમરાવતીમાં રહેતો નિખિલ તીખે મહારાષ્ટ્ર રાજય સંચાલિત કંપનીમાં કામ કરે છે. આ ૯ જૂલાઇએ તેની પુણેમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી અને તેનાં લગ્ન ૧૯ જુલાઇએ હતાં. હજી માંડ લગ્ન થવાનાં હતાં ત્યારે અમરાવતીથી ૬૦૦ કિલોમીટર દૂર પુણેમાં તબદિલી થઇ જતાં તેને મુશ્કેલીઓ વધશે એવું લાગ્યું. તેણે પહેલાં નારાજગી વ્યકત કરી, પણ કોઇ માન્યું નહીં એટલે તેણે પોતાની ટ્રાન્સફરનો વિરોધ કરવા ધરણા કરવા બેસવાનું નકકી કર્યુ. તે ઓફિસની બહાર જ મંડપ બાંધીને પ્રોટેસ્ટ કરવા બેસી ગયો. તેનું કહેવું હતું કે આ ટ્રાન્સફર ઓર્ડર ગેરકાનૂની છે. જયાં સુધી તેની ટ્રાન્સફર રોકવામાં નહીં આવે ત્યાં સુધી તે પ્રોટેસ્ટ અટકાવશે નહીં. એવી તેણે જીદ પકડી, જોકે લગ્નની તારીખ નજીક આવી ગઇ અને લગ્નની વિધિઓ પણ કરવાનો સમય થઇ ગયો. પ્રશાસન અને કંપની તરફથી કોઇ પગલાં ન લેવાયાં હોવાથી નિખિલે પ્રોટેસ્ટ માટેના મંડપમાં જ પીઠી ચોળી અને લગ્નની પ્રારંભીક વિધિઓ પતાવી લીધી. જો તેની ડીમાન્ડ પૂરી નહીં કરવામાં આવે તો તે લગ્ન પણ આ જ મંડપમાં કરવાનો છે. ટ્રાન્સફરનો વિવાદ માત્ર નિખિલ તીખે સાથે જ નથી થયો, તેની સાથે બીજા છ એમ કુલ સાત વ્યકિતઓ પોતાનું ટ્રાન્સફર ખોટી રીતે થયું છે અને પ્રમોશન નથી આપવામાં આવ્યું એની ફરિયાદ લઇને ધરણા પર બેઠા છે.

(1:15 pm IST)