Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

રક્ષામંત્રી રાજનાથસિંહ જમ્મુ- કાશ્મીરની મુલાકાતેઃ કારગીલ શહિદોને શ્રધ્ધાંજલી આપી

કારગીલ વિજયને ૨૬ જુલાઈએ ૨૦ વર્ષ પુરા થશેઃ રાષ્ટ્રપતિ કોવિંદ દ્રાસમાં શ્રધ્ધાંજલી અર્પશે : આર્મી ચીફ રાવતે એલઓસી- એલએસીની સુરક્ષા સમિક્ષા કરીઃ આતંકવાદ વિરોધી અભિયાનોનું નિરીક્ષણ કર્યુ

નવીદિલ્હીઃ રક્ષામંત્રી રાજનાથસિંહ એક દિવસીય જમ્મુ- કાશ્મીરની યાત્રાએ શ્રીનગર પહોંચ્યા છે. તેઓ શ્રીનગરથી દ્રાસ જશે જયાં કારગીલ યુધ્ધમાં શહિદ થયેલ જવાનોને કારગીલ વોર મેમોરીયલ ખાતે શ્રધ્ધાંજલી અર્પણ કરશે. ત્યાર બાદ તેઓ કઠુઆ અને સાંબા જીલ્લામાં પુલનું ઉદ્ઘાટન કરનાર છે.

કારગીલ યુધ્ધના ઓપરેશન વિજયની તા.૨૬ના રોજ ૨૦મી વર્ષગાંઠ છે. આ તકે આર્મી ચીફ બીપીન રાવત એલઓસી તથા લડ્ડાખ સીમાએ સુરક્ષા સ્થિતિની સમીક્ષાની સાથે આતંકવાદ વિરોધી અભિયાનોનું નિરીક્ષણ કરશે. રાજનાથસિંહ રક્ષામંત્રી બન્યા બાદ પહેલીવાર જમ્મુની મુલાકાતે છેે. ૧૪ જુલાઈએ રાષ્ટ્રીય યુધ્ધ સ્મારક ખાતે સેનાના સર્વશ્રેષ્ઠ નિશાને બાજ જીતુ રાયને રાજનાથસિંહે મસાલ સોંપેલ. જે ઉત્તર ભારતનો પ્રવાસ કરી ૨૬ જુલાઈએ દ્રાસ સ્થિત કારગીલ શહિદોની કર્મભૂમિએ પહોંચશે. જયાં રાષ્ટ્રપતિ કોવિંદ હાજર રહી શહિદોને શ્રધ્ધાંજલી અર્પશે.

(1:13 pm IST)