Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

મહારાષ્ટ્ર-પુણેમાં ટ્રક-કાર વચ્ચે ગોઝારો અકસ્માતઃ ૯ લોકોના મોત

મૃતકો પુણેના યાવત ગામના રહેવાસી છે

પુણે, તા.૧૦: મહારાષ્ટ્રના પુણેમાં ગઇકાલે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતની દૂર્ઘટના ઘટી. જેમાં પુણેના કદમવાક ગામ નજીક પુણે-સોલાપુર નેશનલ હાઇવે પર કાલે રાત્રે ટ્રકની ટક્કરથી કારમાં સવાર ૯ લોકોનાં મોત નિપજયાં છે. તમામ મૃતકો પુણેના યાવત ગામના રહેવાસી છે.

પુણામાં ગત મોડી રાત્રે કદમવાક ગામ નજીક પુણા-સોલાપુર હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગોઝારા અકસ્માતમાં ૯ લોકોનાં મોત થયા છે. તમામ મૃતકો પુણેના યાવત ગામનાં રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

તમામ મૃતદેહને નજીકની હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે તથા આ મામલે કાયેદસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ બંને વચ્ચે ટક્કર એટલી ભયંકર હતી કે કારમાંથી મૃતદેહ બહાર નીકાળવા માટે પણ ટીમને ઘણી મુશ્કેલી પડી હતી. પોલીસે અકસ્માતને લઇ તપાસ હાથ ધરી છે. આ સાથે સાથે તપાસ કરવામાં આવી રહી છે કે અકસ્માતનું કારણ કયું છે.

(1:10 pm IST)
  • શ્રાવણના દરેક સોમવારે તાજમહેલમાં શિવસૈનિકો આરતી ઉતારશે : સિકયુરીટી વધારી દીધી : શિવસેનાએ જાહેર કર્યુ છે કે આગામી ૨જી ઓગષ્ટથી શરૂ થઈ રહેલ શ્રાવણ મહિનાના પ્રત્યેક સોમવારે ઉ.પ્ર.ના જગપ્રસિદ્ધ તાજમહેલમાં શિવસૈનિકો આરતી કરશેઃ આ જાહેરાતના પગલે તાજમહેલ ફરતી સિકયોરીટી વધારી દેવામાં આવી છેઃ શિવસૈનિકો આરતી કરવામાં સફળ રહેશે તો મોટી ધમાલ સર્જાવાનો ભય સેવાઈ રહ્યો છે access_time 1:08 pm IST

  • સોનભદ્ર જવા પ્રિયંકા મક્કમ :જમીન લેવા કર્યો ઇન્કાર :કહ્યું જેલમાં જઈશ ;સોનભદ્ર હત્યાકાંડના પીડિતોને મળવા જતા પ્રિયંકા ગાંધીના કફલને અટકાવ્યો :નારાયણપુરા પોલીસ સ્ટેશન પાસે પ્રિયંકાના કાફલાને રોક્યો access_time 1:29 am IST

  • બનાસકાંઠામાં ફરી તીડનું આક્રમણ : ફળદુ સ્થળ પર જવા રવાના થયાઃ ૧૫ દિ'માં બીજી વખત તીડ ત્રાટકયાઃ પાકિસ્તાન સરહદેથી તીડના ટોળા આવી રહ્યા છેઃ પાકિસ્તાનનો હાથઃ ગુજરાતને ત્રસ્ત કરી રહ્યાનો દાવોઃ ૧ તીડ ૧૦ હજાર ઈંડા આપે છેઃ રણ વિસ્તારમાં મોટું નુકશાન સર્જાવાનો ભય access_time 1:09 pm IST