Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

પ્રિયંકા ગાંધીને મળવા પહોંચ્યા પીડિત પરિવાર : રડી પડી મહિલાઓ ;પ્રિયંકા પણ ભાવુક બન્યા

માત્ર 2 સંબંધીઓ સાથે મુલાકાત કરવા દીધી, 15 લોકોને મને મળવા ના દીધા

ઉત્તરપ્રદેશના સોનભદ્ર જવાની જિદ્દ પર અડેલી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ 24 કલાક સુધી ધરણાં ધર્યા પછી ચુનાર ગેસ્ટ હાઉસની બહાર પીડિતની સાથે મુલાકાત કરવા દીધી.હતી ગેસ્ટ હાઉસની બહાર પીડિતોએ કહ્યુ કે, તેમણે ગેસ્ટ હાઉસમાં આવવા માટે રોકવામાં આવી રહ્યા છે, જે 15 લોકો છે જેમાં મહિલાઓ પણ શામેલ છે.

 પ્રિયંકાએ સરકાર પર આરોપ લગાવતા કહ્યુ કે, ''પ્રશાસન ન તો અમને મળવા દે છે અને પીડિત પરિવારને અહીંયા આવવા માટે રોકી રહ્યુ છે.'' આ સાથે જ તેઓ ફરી ધરણા પર બેસી ગઇ છે. તમને જણાવી દઇએ કે, ગેસ્ટ હાઉસમાં ધરણા ધરતા પ્રિયંકાએ કહ્યુ કે, ''જો પ્રશાસન ઇચ્છે તો ક્યાંય પણ પીડિતોની સાથે મળાવી શકે છે.'

 કોંગ્રેસ મહાસચિવે કહ્યુ કે, ''પીડિતોના માત્ર 2 સંબંધીઓ સાથે મુલાકાત કરવા દીધી, 15 લોકોને મને મળવા ના દીધા. ન તો મને તેમની સાથે મળવાની અનુમતિ આપવામાંઆવી. ભગવાન જાણે શું છે આ પાછળની માનસિકતા? '' પીડિત પરિવારજનો પ્રિયંકા ગાંધીને મળ્યા ત્યારે ખૂબ રડતા હતા. તેમને જોઈને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંઘી પણ રડી પડ્યા હતા. પ્રિયંકાએ કહ્યુ કે, ''કલમ 144નું ઉલ્લંઘન નથી કરવા ઇચ્છતા, તેમ છતાં સરકાર તેમણે પીડિતોની સાથે મળવા નથી દેતી.'

(12:36 pm IST)