Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

મહેર સમાજ તથા સમસ્ત ગુજરાતનું ગૌરવ : યુ.કે.માં સ્થાયી થયેલા મોઢવાડા ગામના વતની શ્રી લખમણભાઇ મોઢવાડિયાની બંને જુડવા દીકરીઓ ડોક્ટર બની

લંડન :   યુ.કે.માં સ્થાયી થયેલા મોઢવાડા ગામના વતની શ્રી લખમણભાઇ રાણાભાઇ મોઢવાડિયાની બંને દીકરીઓ ડોક્ટર બની ગઈ છે.ડો.સોનલ તથા ડો.સેજલ મોઢવાડીયા બંને જુડવા બહેનો છે.જેમણે વિદેશની ધરતી ઉપર ડોક્ટરની ડિગ્રી મેળવી મહેર સમાજ તથા મોઢવાડા ગામ અને સમસ્ત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

ડો.સેજલ મોઢવાડીયાએ  યુ.કે.ની સુપ્રતિષ્ઠિત ગણાતી યુનિવર્સીટી ઓફ ઇસ્ટ એન્ગ્લીઆ માંથી બેચલર ઓફ મેડિસિન એન્ડ  બેચલર ઓફ સર્જરી એમ.બી.બી.એસ..ની ડિગ્રી પ્રાપ્ત કરી છે.જયારે ડો.સોનલ મોઢવાડિયાએ બર્મિંગામ યુનિવર્સીટીમાંથી બેચલર ઓફ મેડિસિન એન્ડ  બેચલર ઓફ સર્જરી એમ.બી.બી.એસ..ની ડિગ્રી પ્રાપ્ત કરી છે.

સમસ્ત મહેર સમાજમાં આ એવી પહેલી ઘટના હશે કે ટવીન્સ બહેનો એક સાથે ડોક્ટર બની હોય.

બેન સુશ્રી સોનલ મોઢવાડીયા તથા બેન સુશ્રી સેજલબેન મોઢવાડીયા આજ રીતે દરેક ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે તેવી લીરબાઇ માતાજીને પ્રાર્થના કરાઈ છે.

(12:10 pm IST)