Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

કંગાળ પાકિસ્તાનને બાલાકોટ હુમલા બાદ અધધ ૮૫૦ કરોડ રૂપિયાનું થયું નુકશાન

વાયુક્ષેત્ર બંધ કરવાની ભુલ મોંઘી પડી

નવી દિલ્હી તા ૨૦   :  પાકિસ્તાનને ફેબ્રુઆરી મહીનામાં બાલાકોટ હવાઇ હુમલાથી બેવડો માર પડયો છે. હવાઇ હુમલા બાદ પાકિસ્તાને પોતાનુ વાયુક્ષેત્ર બંધ કરી દીધુ હતું, જેને કારણે તેને ૮૦૦ કરોડથી વધુનું નુકશાન વેઠવું પડયું હતું. અત્રે એ નોંધનીય છે કે પાકિસ્તાન આર્થિક રીતે કંગાળ થઇ ગયું છે અને એવામાં આવા ૮૦૦ કરોડનું નુકશાન તેના માટે મોટો ફટકો છે.

ભારતે હવાઇ હુમલો કર્યા બાદ પાકિસ્તાને ૨૬ ફેબ્રુઆરી ના રોજ  પોતાનું વાયુ ક્ષેત્ર બંધ કરી દીધુ હતું. પાકિસ્તાને આ સપ્તાહે ફરી વાયુ ક્ષેત્ર ખોલ્યું છે.

પાકિસ્તાન નાગરિક ઉડયનમંત્રી સરવરખાને જણાવ્યું છે કે વાયુ ક્ષેત્ર બંધ કરવાથી ઓથોરીટીને ૮૫૦ કરોડનું નુકશાન થયું છે.

 જોકે તેમણે કહયું હતું કે, વાયુક્ષેત્ર બંધ કરવાથી પાકીસ્તાન કરતા ભારતને વધુ નુકશાન થયું છે. ભારતને બમણું નુકશાન થયું છે.

(11:30 am IST)