Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

ભારતીય વાયુસેના બનશે મહાશક્તિશાળી : 27મીએ અપાચે હેલિકોપ્ટર્સની પહેલી ખેપ એરબેઝ પહોંચશે

અપાચે 30 મિમિ મશીનગનથી સજ્જ ;એકવારમાં 1200 રાઉન્ડ ફાયર કરવાની ક્ષમતા

 

ભારતીય વાયુસેના મહાશક્તિશાળી બનશે વાયુસેનાને મળનારા અપાચે હેલિકોપ્ટર્સની પહેલી ખેપ મહિનાના અંત સુધીમાં ગાઝિયાબાદનાં હિંડન એરબેઝ ખાતે આવી પહોંચશે.

  એવું મનાય છે કે  ખેપમાં 3થી 4 હેલિકોપ્ટર્સ હશે. જો કે પઠાણકોટમાં અપાચેની પહેલી સ્કવોડ્રનને ફરજંદ કરવા માટે એક મહિનો વધારે રાહ જોવી પડશે. ભારતે અમેરિકા પાસે 22 અપાચે હેલિકોપ્ટર્સની ખરીદી કરી છે

    સુત્રો અનુસાર અપાચે હેલિકોપ્ટર્સ 27 જુલાઇના રોજ AN224  ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ દ્વારા ગાઝિયાબાદનાં હિંડન એરબેઝ ખાતે પહોંચી જશે. તેને અહીં તૈયાર કરવામાં આવશે અને ઓગષ્ટના અંતિમ અઠવાડીયા સુધીમાં ભારતીય વાયુસેનાને ઔપચારિક રીતે સોંપવામાં આવશે ત્યાર બાદ તે પઠાણકોટ માટે રવાના થશે

    અપાચેની પહેલી સ્કવોર્ડ્રન પઠાણકોટમાં ફરજંદ થશે. જેના પહેલા કમાન્ડિંગ ઓફીસર ગ્રુપન કેપ્ટન એમ. શાયલુ હશે. પઠાણકોટમાં પહેલાથી ફરજંદ વાયુસેનાની 125 હેલિકોપ્ટર સ્કવોર્ડ્રન 125 H SQUADRON) હાલ MI-35 હેલીકોપ્ટર્સ ઉડાવે છે અને હવે તે દેશની પહેલી અપાચે સ્ક્વોર્ડ્રન હશે. બીજી સ્કવોડ્રન અસમનાં જોરહાટમાં ફરજંદ થશે. શક્યતા છે કે 2020 સુધીમાં તમામ અપાચે ભારતીય વાયુસેનાને મળી જશે

  અપાચે હેલિકોપ્ટર્સની ખાસિયત જોઈએ તો  અપાચે AH 64 E હેલિકોપ્ટર 30 મિમીના મશીનગનથી લેસ છે. જેમાં એકવારમાં 1200 રાઉન્ડ ફાયર કરવાની ક્ષમતા છેઉપરાંત અપાચે એન્ટી ટેંક હેલફાયર મિસાઇલ સાથે આવે છે જેના અંગે મનાય છે કે તેની મિસાઇલ એક ટેંકને ષ્ટ કરવા પુરતી છેવધારાના હથિયાર તરીકે હાઇડ્રા અનગાઇડેડ રોકેટ હોય છે જે જમીનના કોઇ પણ નિશાનને અચુક રીતે સાધી શકે છેઅપાચે 150 નોટિકલ માઇલની સ્પીડે ઉડ્યન કરી શકે છે
 
અપાચે ખુબ ઝડપથી અને દુશ્મને ધાર્યું હોય તે પહેલા હુમલો કરવા માટે સક્ષમ છે. .
ભારતીય વાયુસેના હાલ રશિયામાં બનેલા MI 35 અને MI 25 એટેક હેલિકોપ્ટર્સનો ઉપયોગ કરે છે. તેની એક સ્ક્વોડ્રન પઠાણકોટ અને બીજી રાજસ્થાનનાં સુરતગઢમાં ફરજંદ છે. તે સારા એટેક હેલિકોપ્ટર્સ છે પરંતુ હવે તે ત્રણ દશક જુના થઇ ચુક્યા છે. વાયુસેના પાસે સ્વદેશી ટેક્નોલોજીનાં એડ્વાન્સ લાઇટ ધ્રુવમાંથી વિકસિત કરાયેલ રૂદ્ર એટેક હેલિકોપ્ટર્સ પણ છે. વાયુસેનાએ સ્વદેશમાં વિકસિત લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર્સનો ઓર્ડર પણ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને આપ્યો છે

(12:00 am IST)