Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

માઉન્ટ આબુમાં ચાર ઈંચ વરસાદ :પ્રાકૃતિક ઝરણાં સજીવન ;કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

હિલ સ્ટેશનની આસપાસ નયનરમ્ય નજારો સર્જાયો

 

માઉન્ટ આબુમાં ભારે વરસાદ પડતાં પ્રાકૃતિક ઝરણાં સજીવન થયાં છે. આબુમાં છેલ્લાં 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ઝરણાઓનો આનંદ લેવા પ્રવાસીઓ આબુમાં ઉમટી પડ્યાં છે. ભારે વરસાદને લઈ માઉન્ટ આબુનું પ્રાકૃતિક સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે. હિલ સ્ટેશનની આસપાસ નયનરમ્ય નજારો સર્જાયો છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતીઓનું કાશ્મીર ગણાતું એવું રમણીય સ્થળ માઉન્ટ આબુ કે જે આજે સોળે કળાએ ખીલેલું જોવા મળી રહ્યું છે. માઉન્ટ આબુમાં ભારે વરસાદ વરસતાં વાદળો તો જાણે ધરતી ઉપર ચાલતાં હોય તેવાં રમણીય દ્રશ્યો ત્યાં જોવા મળી રહ્યાં છે. જેને લઇને છેક ગુજરાતથી રાજસ્થાન સુધી માઉન્ટ આબુમાં પહોંચેલાં સહેલાણીઓ પણ રમણીય દ્રશ્યોનો આનંદ લૂટી રહ્યાં છે.

 

(12:00 am IST)