Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

રાહુલ ગાંધીની ઝપ્પી એ મોદીને ઝટકો હતી ;સંજય રાઉત

મને લાગે છે કે પોલિટિક્સની અસલી પાઠશાળામાં જઈ ચૂક્યા છે

 

નવી દિલ્હી :લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધી દ્વારા પીએમ મોદીને અચાનક ગળે લગાવીને જાદૂની ઝપ્પી આપવી ચર્ચાનો વિષય બની ગયો છે. ઘટના પર પ્રતિક્રિયા આપતા શિવસેનાના પ્રવકતા સંજય રાઉતે કહ્યુ કે, 'જે રીતે આજે મોદીજીને જાદૂની ઝપ્પી લગાવી, ઝપ્પી નહોતી, ઝટકો હતો.' જો કે લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને આને અયોગ્ય ગણાવ્યુ છે.

  મીડિયા સાથે વાત કરતા સાંસદ સંજય રાઉતે કહ્યુ કે, 'મને લાગે છે કે પોલિટિક્સની અસલી પાઠશાળામાં જઈ ચૂક્યા છે. જે રીતે આજે મોદીજીને જાદૂની ઝપ્પી લગાવી, તે ઝપ્પી નહિ ઝટકો હતો.' 

  અચાનકથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના જેસ્ચરથી એક પળ માટે પીએમ મોદી પણ ચક્તિ થઈ ગયા. ત્યારબાદ તરત પીએમ મોદી પણ રાહુલ ગાંધી સાથે હાથ મિલાવીને તેમને શુભકામના આપતા જોવા મળ્યા. મોદી સાથે ગળે મળ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યુ કે હિંદુ હોવાનો અર્થ હોય છે.

  સંસદની કાર્યવાહીમાં અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં પશ્ચિમ બંગાળના બેરેકપુરથી એઆઈટીસી સાંસદ દિનેશ ત્રિવેદીએ પીએમ પર નિશાન સાધ્યુ, બોલ્યા, 'તમારી છાતી મોટી હશે, દિલ પણ મોટુ હોવુ જોઈએ. ગાંધીજીની છાતી મોટી નહોતી તેમનું દિલ મોટુ હતુ.'

(11:06 pm IST)