Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

મોદીને ગળે મળીને સીટ પર બેઠેલા રાહુલ ગાંધીએ આંખ મારી :વિડિઓએ ધૂમ મચાવી:અનેકવિધ ચર્ચા

રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને તેમના હગનો સ્વાદ ચખાડ્યો

નવી દિલ્હી;આજે લોકસભામાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા વેળાએ કોંગ્રેસના અધ્ય્ક્ષ રાહુલ ગાંધીએ સરકાર,ભાજપ અને સંઘ પર આકરા અને આડકતરા પ્રહાર કર્યા હતા રાહુલ ગાંધીએ પોતાનું વક્તવ્ય પૂરું કર્યા બાદ અચાનક મોદીને જાદુઈ જપ્પી આપી હતી રાહુલના આ પગલાંથી પીએમ પોતે પણ ચોંકી ગયા હતા, સંસદમાં કોઈ એવુ નહોતુ જે આ બધુ જોઈને હસ્યુ ના હોય. રાહુલ ગાંધી આટલેથી ના રોકાયા, ગળે મળ્યા બાદ તે જ્યારે પોતાની સીટ પર આવ્યા તો તેમણે પોતાની પાછળ બેઠેલા સાથીઓની સામે જોયુ અને આંખ મારી દીધી હતી

   રાહુલ ગાંધીનું આવુ રૂપ કોઈએ જોયુ નથી, રાહુલ ગાંધીની આંખ મારતી તસવીરો, વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.બીજીતરફ રાજકીય પંડિતો આ અંગે વિવિધ ચર્ચા છેડી છે કેટલાક રાહુલની આ હરકતને બાળક જેવી ગણાવે છે તો કેટલાક રાહુલના આવા પગલાં દ્વારા એ વાતનો સંકેત ગણાવે છે કે તેઓ હવે મોદી સમકક્ષ છે અને મોદી વિરુદ્ધ મુકાબલો કરવા સમક્ષ છે આ ઈશારો અન્ય વિપક્ષી પાર્ટીને કર્યો હોવાનું માને છે 

   બીજીતરફ સોશ્યલ મીડિયામાં રાહુલની જાદુઈ જપ્પીને લઈને અનેક યુઝર્સએ તેની સરખામણી પ્રિયા પ્રકાશ વૉરિયરેના હરીફ તરીકે પણ કરી છે તો કેટલાકે લખ્યું હતું કે શોશિયલ મીડિયામાં વધી રહેલા ટ્રૉલ્સ અને ફેલાઈ રહેલી નફરત વચ્ચે આ એકદમ સાચો જવાબ છે.''રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને તેમના હગનો સ્વાદ ચખાડ્યો.' રાહુલ ગાંધીએ જાણે મોદીને કહ્યું 'તમે હંમેશાં ગળે મળો છો. આ વખતે મારો વારો છે.''

 

(9:56 pm IST)