Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

રાફેલ ડીલ મુદ્દે રાહુલના આક્ષેપનું ફ્રાન્સએ કર્યું ખંડન: રાહુલ અડગ: કહ્યું મને ફ્રાન્સના રાષ્ટ્રપતિએ જ કહ્યું છે

નવી દિલ્હી :આજે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચામાં રાહુલ ગાંધીએ ફ્રાન્સ સાથેની રાફેલ ડીલનો મુદ્દો ઉઠાવતા ફ્રાંસે સત્તાવાર નિવેદન જાહેર કરી રાહુલના આક્ષેપોનું ખંડન કર્યું હતું. તેના જવાબમાં રાહુલે જણાવ્યું કે ફ્રાંસને જે કહેવું હોય તે કહેવા દો. મેં જે કહ્યું તે ફ્રાન્સના રાષ્ટ્રપતિએ જ મને કહ્યું હતું. આ બાબતે વાત થઇ ત્યારે આનંદ શર્મા, ડો. મનમોહન સિંહ મારી સાથે હતા

(9:13 pm IST)