Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

શિવસેનાનો ફટકોઃ અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટીંગ નહીં કરે

શિવસેના મોદી સરકાર સાથે રહેશે પરંતુ મતદાનમાં ભાગ નહિ લ્યે

નવી દિલ્હી તા. ૨૦ : કેન્દ્ર સરકારની વિરૂદ્ઘ અવિશ્વાસ પ્રસ્તાવની ઠીક પહેલાં જ શિવસેનાએ એનડીએને જોરદાર ઝાટકો આપ્યો છે. શિવસેનાએ નિર્ણય કર્યો છે કે આ અવિશ્વાસ પ્રસ્તાવ દરમ્યાન વોટિંગમાંથી ગેરહાજર રહેશે. શિવસેનાએ કહ્યું કે મોદી સરકારે ૨૦૧૪માં કરાયેલ પોતાના વચનોને પૂરું કર્યું નથી અને લોકોની અંદર સરકારની વિરૂદ્ઘ અવિશ્વાસ છે.

શુક્રવારના રોજ શિવસેનાના સંસદીય દળની બેઠકમાં પાર્ટી ચીફ ઉદ્ઘવ ઠાકરેએ પોતાના સાંસદોને વોટિંગમાંથી ગેરહાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. પાર્ટી હાઇકમાનની આ નિર્ણયની માહિતી આપતા સંજય રાઉતે કહ્યું કે અમે એનડીએમાં ચોક્કસ છીએ પરંતુ વોટ નહીં કરવાનો નિર્ણય લીધો છે. સંજય રાઉતે કહ્યું કે મોદી સરકારે ૨૦૧૪માં પ્રજાને કરાયેલા વચનો પૂરા કર્યા નથી. તેમણે કહ્યું કે અવિશ્વાસ પ્રસ્તાવ માત્ર ગૃહમાં નથી, પ્રજામાં પણ હોય છે અને અમે જનતાની સાથે છીએ. સંજય રાઉતે મોદી સરકાર પર માત્ર ભાષણબાજી અને જુમલાબાજીનો પણ આરોપ મૂકયો. એક રીતે કહીએ તો શિવસેનાએ વચ્ચેનો રસ્તો પસંદ કર્યો છે. શિવસેનાએ પોતાની નારાજગીનો પણ સ્વર આપ્યો છે અને એ પણ સુનિશ્યિત કર્યું છે કે મોદી સરકારની વિરૂદ્ઘ વિપક્ષની નંબર ગેમ મજબૂત ન થાય. આપને જણાવી દઇએ કે મોદી સરકારની વિરૂદ્ઘ આજે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા અને વોટિંગ થશે. ગુરૂવારના રોજ બીજેડીના સાંસદે બૈજયંત પાંડનું રાજીનામું સ્વીકાર્યું હતું. આ દ્રષ્ટિથી લોકસભામાં પ્રભાવી સંખ્યા ૫૩૩ છે, જેમાં સ્પીકર પણ સામેલ છે. એવામાં બહુમતીનો આંકડો ૨૬૭ પર બને છે. શિવસેનાના ૧૮ સાંસદ છે અને જો વોટિંગમાંથી એ ગેરહાજર રહે છે તો ગૃહની પ્રભાવી સંખ્યા ઘટી ૫૧૫ રહેશે. આ હિસાબથી બહુમતીનો આંકડો ૨૫૮ પર આવી જશે.(૨૧.૩૪)

(3:31 pm IST)