Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

રાહુલ ગાંધીએ સંબોધન પુરૃં કરીને મોદીને આપી 'જાદુ કી જપ્પી'

હું તમારા માટે પપ્પુ છું પરંતુ હું તમારો આભાર માનું છું : રાહુલ ગાંધી

અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન લોકસભામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાનું સંબોધન સમાપ્ત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક પાસે જઈને તેમને ગળે મળ્યા હતા. જો કે વડાપ્રધાન નરેન્દ્ર અચાનક પોતાની પાસે આવેલા રાહુલ ગાંધીના અભિવાદન માટે ઉભા થઈ શકયા ન હતા. જો કે ગળે મળ્યા બાદ વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીની પીઠ થપથપાવી અને તેમની સાથે હસ્તધૂનન પણ કર્યું હતું.  પીએમ મોદીને ગળે મળતા પહેલા રાહુલ ગાંધીએ કહ્યુ છે કે તેઓ વડાપ્રધાન, આરએસએસના આભારી છે કે તેમણે તેમને કોંગ્રેસ અને હિંદુસ્તાની હોવાનો અર્થ શિખવાડયો છે. કોંગ્રેસ અધ્યક્ષે રાહુલ ગાંધીએ કહ્યુ છે કે તેમને તેમનો ધર્મ સમજાવ્યો અને હિંદુ હોવાનો અર્થ સમજાવ્યો તેના માટે તેઓ આભારી છે. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે સામા પક્ષમાં તેમની અંદર નફરત, ગુસ્સો છે.. તેઓ તેમને પપ્પૂ કહે છે. પરંતુ રાહુલ ગાંધીએ આવી વાત પર તેમની અંદર કોઈ ગુસ્સો નહીં હોવાનું જણાવીને કહ્યુ હતુ કે એક-એક કરીને તેઓ સૌની અંદરથી ગુસ્સો બહાર કાઢશે અને સૌને કોંગ્રેસની સાથે જોડશે.

(3:48 pm IST)