Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

પુના ઓશો આશ્રમ વિદેશીઓના હાથમાં સરકતો બચાવો... ઓનલાઇન પીટીશન આ લિંક https://chn.ge/2LrFF3d ઉપર સાઇન કરો

રાજકોટ તા. ૧૯ : ઓશોના નકલી વિલ બનાવી અને ઓશોની અધ્યાત્મિક તેમજ બૌધિક સમ્મ્પતી પચાવી પાડવાનું ષડયંત્ર મુંબઈ હાઈ કોર્ટમાં ચાલી રહ્યું છે.

ઓશો ના અમુક વિદેશી સંન્યાસી ઓ ગેમનું નામ મુંબઈ હાઈ કોર્ટમાં લેવાઈ રહ્યુંછે. માયકલ બ્ર્યાન ઉર્ફે સ્વામી જયેશ, ડો. જોહન એન્ડ્રુ ઉર્ફ સ્વામી અમ્રીતો, દરસી ઓબ્ર્યાન ઉર્ફેઙ્ગ સ્વામી યોગેન્દ્ર આનંદ રાજ અને મુકેશ સારડા ઉર્ફે સ્વામી મુકેશ ભારતી.

યોગેશ ઠક્કર દ્વારા ફાઈલ થયેલ પીટીસન નંબર ૨૧૫૦/ ૨૦૧૬ માંઙ્ગ મુંબઈ હાઈકોર્ટે પુણે પોલીસ દ્વારા કરવામાં આવતી ઢીલને વખોડી કાઢી હતી. અને પુણે પોલીસને જણાવ્યું છે કે જો આ ગંભીર ગુનાની તપાસ બરાબર ન કરવામાં આવી તો, આ કેસ સીબીઆઈને સોપી દેવામા આવશે.

યોગેશ ઠક્કરે જણાવ્યું છે કે ઓશો આશ્રમમાં વર્તમાન ટ્રસ્ટીઓ પોતાની જ બનાવેલ ખાનગી કંપનીઓમાં આશ્રમના ટ્રસ્ટની રોકડ રકમ અને મિલકતો ટ્રસ્ટીઓ તેમની ખાનગી કંપનીઓમાં ફેરવી રહ્યા છે જેની, બજાર કિંમત રૂ. ૮૦૦ કરોડથી એ વધુ છે. તદુપરાંત આશ્રમના વર્તમાન ટ્રસ્ટીઓએ કોર્ટમાં એવી એફિડેવિટ સાદર કરી છે કે આશ્રમમાં કદીપણ ઓશોની સમાધિ હતી જ નહિ! અને આશ્રમમાં આવતા લોકો પાસેથી ફકત એન્ટ્રી ફી ના પેટે રોજના રૂ. ૯૦૦ અને રૂ. ૧૯૦૦ એ ભારતીય અને વિદેશી નાગરીકો પાસેથી લેવામાં આવે છે. આ કારણે આશ્રમમાં આવતા લોકોની સંખ્યા ૫૦ થી ૬૦ લોકોની થઈ ગઈ છે. આમ કરવા પાછળનો તેમનો હેતુ આશ્રમને બદલે લકઝરી રિસોર્ટ બનાવાનો છે.

યોગેશ ઠક્કર ને આશા છે કે હાઈકોર્ટના આદેશ પછી ઓશો આશ્રમમાં સુધારા થશે અને ઓશો સમાધિ પર બધા જઈ શકશે. યોગેશ ઠક્કરે એક ઓન લાઈન પીટીસન પણ મૂકી છે. અને બધાને સહી કરવાઙ્ગ વિનંતી કરી છે.

ઓનલાઇન પીટીશન માટે લીંક એડ્રેસ : https://chn.ge/2LrFF3d

(1:40 pm IST)