Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

બજાજ ચેતક સ્કૂટરની સવારી ફરીથી 2019 માં:હોન્ડા કંપનીના સ્કૂટરોને ટક્કર દઈ માર્કેટ શેર વધારવાનો હેતુ

ન્યુ દિલ્હી:   1972 થી 2006 ની સાલ સુધી રોડ ઉપર એકચક્રી શાશન ધરાવનાર બજાજ કંપનીનું ચેતક મોડલ નવા ફેરફારો સાથે 2019 ની સાલમાં ફરીથી આવી રહ્યું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.હોન્ડા કંપનીએ બજાજના સર કરી લીધેલા માર્કેટ ને પાછું મેળવવા અદ્યતન ફેરફારો સાથે બજાજ ચેતક સ્કૂટર બજારમાં મુકવાની તૈયારીઓ શરુ થઇ ગઈ છે.

 ઉલ્લેખનીય છે કે એક સમયે બજારમાં 50 ટકા જેટલો હિસ્સો ધરાવતી બજાજ કંપની હાલમાં માત્ર 15 ટકા જેટલો જ હિસ્સો ધરાવે છે.તેથી મહારાણા પ્રતાપના અશ્વ ચેતક ના નામ ઉપર અગાઉ મુકાયેલા સ્કૂટરની સવારી પરત થવાથી માર્કેટ હિસ્સામાં વધારો થવાની કંપનીને આશા છે.ચેતકના નવા મોડલની કિંમત સીતેર હજાર રૂપિયા આસપાસ રહેવાની શક્યતા છે.

(12:39 pm IST)