Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

૩૦ વર્ષ જુના કાયદામાં ફેરફાર

હવે લાંચ આપનારને પણ થશે સજા : ખરડો મંજૂર

નવી દિલ્હી તા. ૨૦ : લાંચ આપનારને વધુમાં વધુ સાત વર્ષ સુધીની કેદની સજાની જોગવાઇ કરતો નવો ભ્રષ્ટાચાર વિરોધી કાયદો રાજયસભામાં પસાર કરાયો હતો. ૩૦ વર્ષ જૂના ભ્રષ્ટાચાર વિરોધી કાયદામાં પ્રિવેન્શન ઓફ કરપ્શન (સુધારો) ખરડાએ કેટલીક કલમોમાં ફેરફાર કર્યા છે. આ ખરડો મૌખિક મતદાન દ્વારા સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો.

રાજય કક્ષાના પર્સોનેલ ખાતાના પ્રધાન જિતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે દેશમાં ભ્રષ્ટાચાર રોકવા માટેનો આ ઐતિહાસિક ખરડો છે. ભ્રષ્ટાચારના કેસની કાર્યવાહી ઝડપથી પૂરી કરવા અને નિવૃત્ત્િ। બાદ પણ અમલદારો સામે ખોટી ફરિયાદો ન થાય એ માટે ખરડામાં અનેક કલમ ઉમેરવામાં આવી છે.

એક તરફ કાયદાનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો છે, તો બીજી તરફ એનો અમલ કરતા અમલદારોની સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ખરડો હવે લોકસભામાં મંજૂરી માટે જશે.

(11:34 am IST)