Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

'પૂર્વ' બનેલા ભાજપના ૨૧ MP-MLAની સુરક્ષા પરત ખેંચી લેવાઇ

સુરક્ષા એજન્સીઓના ઇનપુટ આધારે રિવ્યુ કમિટિએ નિર્ણય લીધો : પોલીસનો દાવો, સંજીવ ભટ્ટને હવે કોઇ ખતરો નથી, ૬૪ જજ, પોલીસ અધિકારીઓના સુરક્ષાજવાનો પરત લેવાયા

રાજકોટ તા. ૨૦ : પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટની સુરક્ષા પરત ખેંચી લેવાઇ છે.આ મુદ્દે ભાજપ સરકાર સામે આંગળી ચિંધાઇ છે.જોકે, પોલીસે એવો દાવો કર્યો છેકે,હવે સંજીવ ભટ્ટને કોઇ ખતરો નથી. સુરક્ષા એજન્સીઓના ઇનપુટ આધારે રિવ્યુ કમિટીએ નિર્ણય લીધો છે. માત્ર સંજીવ ભટ્ટ જ નહીં,કુલ મળીને ૬૪ જજ,પોલીસ અધિકારી ઉપરાંત પૂર્વ ધારાસભ્ય-સાંસદોની સુરક્ષા પણ પરત ખેંચવામાં આવી છે.

ગુજરાત રાજય ઇન્ટેલિજન્સ વિભાગના મતે, રાજયમાં જે રાજકીય મહાનુભાવો, પોલીસ અધિકારીઓ ઉપરાંત ન્યાયાધીશોને સુરક્ષા આપવામાં આવી છ તેમની સમયાંતરે સુરક્ષા આપવી કે કેમ તે અંગે રિવ્યુ કમિટી નિર્ણય કરે છે.સંજીવ ભટ્ટને આઇપીએસ કેડરમાંથી બરતરફ કરાયા છે.

સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ અને નાણાંવટી કમિશનમાં રજૂઆત કરતાં તેમને સુરક્ષા અપાઇ હતી. છેલ્લા સાડા સાત વર્ષથી તેમને સુરક્ષા પુરી પાડવામાં આવી રહી છે હવે તેમની કોઇ જૂબાની બાકી નથી.હવે તેમને કોઇ ખતરો નથી જેથી સુરક્ષા પાછી ખેંચવામાં આવી છે.

રિવ્યુ કમિટીએ માત્ર સંજીવ ભટ્ટ જ નહી,ભાજપના ૨૧ પૂર્વ ધારાસભ્ય,મંત્રી અને સાંસદોની સુરક્ષા પરત ખેંચી લીધી છે.એક ન્યાયમૂર્તિ ઉપરાંત આઠ પોલીસ અધિકારી ઉપરાંત અન્ય ૩૦ મહાનુભાવોના ય સુરક્ષાજવાનો પરત લઇ લેવાયા છે.

(11:31 am IST)