Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ભૂકંપની મજા લેવા માટે તૈયાર થઇ જાઓ: રાહુલ ગાંધીના ભાષણ પહેલા ગિરિરાજસિંહનો કટાક્ષ

અવિશ્વાસ પ્રસ્તાવ પર સરકાર અને વિપક્ષ આમને-સામને છે પરંતુ આ બધાની વચ્ચે રાજકીય હલચલનો દોર પણ શરૂ થઇ ગયો છે. શરૂઆત કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ગિરિરાજ સિંહે કરી છે અને રાહુલ ગાંધી પર નિશાન તાકયું છે. ગિરિરાજ સિંહે કહ્યું કે ભૂકંપની મજા લેવા માટે તૈયાર થઇ જાઓ.

    અત્રે ઉલ્લેખનીય છે કે મોદી સરકારના નોટબંધીના નિર્ણય બાદ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે તેમણે સંસદમાં બોલવા દેવામાં આવતા નથી. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે જો આ નોટબંધીના મુદ્દા પર ગૃહમાં બોલશે તો ભૂકંપ આવશે. ત્યારબાદ ભાજપ નેતા મોટાભાગે આવા નિવેદન પર ચુટકી લેતા દેખાઇ રહ્યા છે.

(11:11 am IST)