Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

પ્રખ્યાત ગીતકાર-કવિ નીરજ ગોપાલદાસનું નિધન ;દિલ્હીની એમ્સમાં અંતિમ શ્વાસ લીધા

ફેફસામાં ઇન્ફેક્શનના કારણે આગ્રાની હોસ્પિટલમાંથી એમ્સમાં દાખલ કરાયા હતા

નવી દિલ્હી : પ્રખ્યાત ગીતકાર અને કવિ નીરજ ગોપાલદાસનું  ગુરૂવારે સાંજે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં નિધન થયું છે 94 વર્ષીય નીરજને ફેફસામાં ઇન્ફેક્શનના કારણે ગત્ત મંગળવારે રાત્રે આગરાની એક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા તબિયતમાં સુધારો નહી હોવાનાં કારણે તેમને ગુરૂવારે આગરાથી દિલ્હીની એમ્સમાં શિફ્ટ કરાયા હતા જ્યા સાંજે 8 વાગ્યે તેમને અંતિમ શ્વાસ લીધા હતા. 

  નીરજના નિધનના હિંદી સાહિત્ય અને ફિલ્મી જગતમાં શોકની લાગણી છવાઈ છે મોટા મોટા સાહિત્યકાર, ફિલ્મી વિશ્વ અને ઘણા રાજનેતાઓએ તેના નિધન અંગે શોક વ્યક્ત કરાઇ છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના નિધન પર દુખ વ્યક્ત કરતા કહ્યું કે, કવિ ગોપાલ દાસ નીરજની પ્રસિદ્ધ રચનાઓ અને ગીતોને અનંત સમય સુધી ભુલી શકાશે નહી

  નીરજને તેમના ગીતો માટે ભારત સરકાર દ્વારા પદ્મ શ્રી અને પદ્મ ભૂષણથી સન્માનીત કરવામાં આવી હતી. તેમણે હિંદી ફિલ્મો માટે પણ અનેક ગીત લખ્યા અને તેમની લખેલી ગીતા આજે પણ ગુણગાન ગાય છે. હિંદી મંચોના પ્રસિદ્ધ કવિ નીરજને ઉત્તરપ્રદેશ સરકારે યશ ભારતી પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. 

(12:00 am IST)