Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ઇવીએમમાં ગોટાળા કરીને ભાજપ જીત્યું :હવે એનડીએ સરકાર ફરીથી સત્તામાં નહિ આવે : રાજ ઠાકરેના પ્રહાર

ભાજપ અને શિવસેના દરેક મુદ્દે નિષ્ફ્ળ :ખેડૂતો પરેશાન :બંને પક્ષને જનતા પાઠ ભણાવશે

ઓરંગાબાદ : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)પ્રમુખ રાજ ઠાકરેએ આરોપ લગાવ્યો છે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ)ના ગોટાળા કરીને ભાજપ ગત્ત ચૂંટણીમાં જીતને આવી હતી. ઠાકરેએ કહ્યું કે, ભાજપ નેતૃત્વની એનડીએ સરકાર 2019માં સત્તામાં નહી આવે કારણ કે આ સરકાર દરેક મોર્ચા પર નિષ્ફળ રહી છે.

 મરાઠવાડાની છ દિવયની યાત્રા પહેલા દિવસે પત્રકારો સાથે ચર્ચા કરતા તેમણે પુછ્યું કે, ઇવીએમનાં કારણે ભાજપ ગત્ત ચૂંટણીમાં જીતી.અન્યથા, કઇ રીતે કોઇ ઉમેદવારને એક પણ મત્ત નહોતો મળી શક્યો. 

  રાજ ઠાકરેએ કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ અને શિવસેના દરેક મુદ્દે નિષ્ફળ સાબિત થઇ છે.આજે ખેડૂત પરેશાન છે. ક્યારેક તે રસ્તા પર શાકભાજી ફેંકે છે તો ક્યારેક દુધ. આ તમામ બાબતો સરકારની નિષ્ફળતાને દર્શાવે છે. તેમણે કહ્યું કે, બંન્ને દળોને આ વખતે પ્રદેશ અને દેશની જનતા તેમને પાઠ ભણાવશે

 રાજ ઠાકરેએ કેન્દ્ર સરકારને દેશનાં અલગ અલગ હિસ્સાઓમાં થઇ રહેલી મારપીટની ઘટનાને મારી નાખવાની ઘટનાઓ માટે પણ દોષીત ઠેરવ્યા હતા. તેમણે કહ્યું કે, દેશમાં અરાજકતાની પરિસ્થિતી છે. રસ્તા પર નિકળેલા લોકોને ડર રહે છે કે તેઓ ટોળાનો શિકાર ન બની જાય. તેમણે કહ્યું કે, આ હિંસક ભીડને સરકારનું સંરક્ષણ પ્રાપ્ત છે. આરોપીઓને સરકારના મંત્રી સન્માનિત કરી રહ્યા છે. 

(10:10 pm IST)