Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ર૦ર૦ ની સાલમાં યોજાનારી અમેરિકાની વસતિ ગણતરી માટેના ફોર્મમાંથી ''સીટીઝન શીપ'' કોલમ રદ કરોઃ ઇમીગ્રન્ટસ તથા સોશીયલ એકટીવિસ્ટસ દ્વારા અનેક સ્ટેટની કોર્ટમાં દાવો દાખલ

વોશીંગ્ટનઃ અમેરિકામાં ર૦ર૦ ની સાલમાં થનારી  વસતિ ગણતરી માટેના ફોર્મમાં દર્શાવાયેલા ''સીટીઝન શીપ'' કોલમ રદ કરવા  ઇમીગ્રન્ટસ તથા સોશીયલ એકટીવિસ્ટસ  દ્વારા ઝુંબેશ શરૂ કરાઇ છે.

 આ અંગે  બરાક ઓબામાના  સમયમાં યુ.એસ.  જસ્ટીસ  ડીપાર્ટમેન્ટના પૂર્વ અધિકારી સુશ્રી વનિતા ગુપ્તાએ જણાવ્યું હતુ કેે  અનેક  સ્ટેટમાં આ સિટીઝન શીપ કોલમ દૂર કરવા લો સુટ ફાઇલ કરાયા છે.  કારણ કે આ ફોર્મમાં દર્શાવાનારી વિગત ર૦૩૦ ની સાલ સુધી એટલે કે ૧૦ વર્ષ પછી ફરી યોજાનારી  મત ગણતરી સુધી ધ્યાનમાં લેવાશે.  જેનાથી ઇમીગ્રન્ટસને મળતા રાજકિય, સામાજીક, તેમજ શૈક્ષણિક હકકો ઉપર તરાપ સમાન બની રહેવાનો  ભય  છે. જે ટ્રમ્પની ઇમીગ્રન્ટસ વિરોધી નીતિ સમાન છે.

જો કે એક મંતવ્ય મુજબ આ વસતિ ગણતરી ફોર્મની વિગતો માત્ર માહિતી માટે જ છે. તેમાં ઇમીગ્રન્ટસ તરીકે વિગત દર્શાવવાથી દેશ નિકાલનો પ્નશ્ન રહેતો નથી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)