Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

સ્વામી શ્રી માધવપ્રિયદાસજીના સાનિધ્યમાં લંડન ખાતે યોજાએલ હિંદુ લાઈફ સ્ટાઈલ સેમિનારમાં રજૂ કર્યા સાંસ્કૃતિક કાર્યક્રમો

લંડન તા.૧૯ SGVP ગુરુકુલ પરિવાર - યુ.કે. દ્વારા SGVP અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજીના સાનિધ્યમાં યોજાએલ હિંદુ લાઈફ સ્ટાઈલ સેમિનારમાં મૂળ ભારતના લંડનમાં વસનારા ભાઈ-બહેનોએ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરનારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા.

        શનિવારે રાત્રે રજૂ થયેલા કાર્યક્રમમાં નાના બાળકોએ યૌવનનું મહત્ત્વ સમજાવતા શાસ્ત્રીય નૃત્ય તથા રાસનું કોમ્બીનેશન કરીને સુંદર કૃતિ રજૂ કરી હતી. આ પ્રસંગે યુવાનોએ મહાકાળની વિકરાળ શક્તિનું તથા ભગવાનના મંત્રજાપના મહિમાનું દર્શન કરાવતું અચરજકારી નાટક રજૂ કર્યું હતું.

        રવિવારના મધ્યાહ્ન બાલિકાઓ તથા બહેનોએ વિવિધ પ્રકારના નૃત્યો, મંત્રગાન, હાસ્ય કૃતિઓ, રૃપકો તેમજ યોગના મહત્ત્વને સમજાવતા કાર્યક્રમો રજૂ થયા હતા.

        આ કાર્યક્રમને નિહાળવા લંડન તેમજ આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહીને પોતાના હૃદયની પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

(1:10 pm IST)