Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

છત્તીશગઢમાં ગાયનું છાણ ચોરાવાની અનોખી ઘટના : ગામમાંથી 800 કિલો છાણ ચોરાયું: પોલીસ તપાસ શરૂ

, કોરબા જિલ્લાનાં ઘુરેના ગામનાં દીપકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છાણ ચોરાયાની ફરિયાદ

છત્તીશગઢમાં ગાયનું છાણ ચોરાવાની એક અનોખી ઘટના બની છે, કોરબા જિલ્લાનાં ઘુરેના ગામનાં દીપકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાયનું છાણ ચોરાવાની આ ઘટના 8-9 જુનની રાતે બની છે, અને ચોરીની આ ફરિયાદ 15 જુને કમહાન સિંહ કંવરે નોંધાવી છે, આ ફરિયાદ મુજબ ગામમાંથી 800 કિલો છાણ ચોરાયું છે, અને તેની કિંમત 1,600 રૂપિયા છે.

પોલીસે આ ચોરીની ઘટનાની ફરિયાદ નોંધી છે, અને કેટલાક અજ્ઞાત લોકો વિરૂધ્ધ તપાસ શરૂ કરી છે, પોલીસે આ અજાણ્યા લોકો સામે કલમ 379 હેઠળ કેસ નોંધ્યો છે, ગામનાં સ્વ સહાયતા ગ્રૃપ અને ગોઠાન સમિતિએ ગોધન ન્યાય યોજના હેઠળ ગાયનું આ છાણ વર્મી ટાંકામાં ભરીને રાખ્યું હતું. અને ચોરોએ રાત્રીનાં અંધકારનો લાભ લઇને આ ચોરી આચરી હતી, રાજ્યમાં આ પુર્વે પણ ગાયનાં છાણની ચોરીની ઘટનાઓ બની છે.  

(9:09 pm IST)