Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

કોરોનાથી જીવ ગુમાવનારાના પરિજનોને 4 લાખનું વળતર આપી શકીએ નહીં :કેન્દ્ર સરકારનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું

કેન્દ્રએ કહ્યું - દરેક કોરોના સંક્રમિત દર્દીના મોત પર વળતર આપવું રાજ્યોના નાણાકીય સામર્થ્યથી બહાર

નવી દિલ્હી: કોરોના સંક્રમણથી જીવ ગુમાવનાર લોકોના પરિજનોને વળતર આપવાને લઈ સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજી પર કેન્દ્ર સરકાર તરફથી સોગંદનામું રજુ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે કોરોનાથી જીવ ગુમાવનારા લોકોના પરિજનોને 4 લાખ રૂપિયાનું વળતર આપી શકીએ નહીં. તેઓએ કહ્યું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદા હેઠળ અનિવાર્ય વળતર માત્ર પ્રાકૃતિક આપત્તિઓ જેમ કે ભૂકંપ, પુર જેવી સ્થિતિમાં જ લાગુ થાય છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે જો એક બીમારીથી થનારા મોત પર વળતરની રકમ આપવામાં આવે અને બીજી બીમારી પર નહીં તો તે અયોગ્ય હશે.

કેન્દ્ર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દરેક કોરોના સંક્રમિત દર્દીના મોત પર વળતર આપવું રાજ્યોના નાણાકીય સામર્થ્યથી બહાર છે. નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે કોરોનાથી થતાં મોત પર વળતર આપવા સંબંધી અરજી દાખલ કરી છે. આ અરજીમાં કેન્દ્ર અને રાજ્યોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિનિયમ 2005 હેઠળ સંક્રમણના કારણે જીવ ગુમાવનારા લોકોના પરિવારને ચાર લાખ રૂપિયા વળતર આપવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકાર તરફથી દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે કોરોનાના પ્રસાર અને પ્રભાવના કારણે જે દર્દીઓના મોત થયા છે, તેમને પ્રાકૃતિક આપત્તિ હેઠળ વળતર ન આપી શકાય. સરકાર તરફથી જાણકારી આપતાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય પહેલા જ રેવન્યૂના ઘટાડા અને આરોગ્ય પાછળના ખર્ચમાં વધારો થયા બાદથી આર્થિક દબાણમાં છે. જો અમે કોરોનાથી થનારા મોત પર 4 લાખ રૂપિયાનું વળતર આપવાનું શરૂ કરી દીધું તો તેનાથી મહામારીની વિરુદ્ધ લડાઈમાં ઉપયોગ થનારી રકમ પ્રભાવિત થશે.

  અત્રે ઉલ્લેખનિય છે કે, દેશમાં અત્યાર સુધીમાં કોરોના મહામારીના કારણે 3,86,713 લોકોએ જીવ ગુમાવ્યા છે. કેન્દ્ર સરકારે કહ્યું કે સુપ્રીમ કોર્ટે પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે નીતિગત મામલાઓને કાર્યપ્રણાલી પર છોડી દેવું જોઈએ. એવામાં કોર્ટ આ સંબંધમાં કોઈ ચુકાદો ન આપી શકે. કોરોના પીડિતો માટે ડેથ સર્ટિફિકેટ પર કેન્ર્ચએ કહ્યું કે કોવિડથી થયેલા મોતોના મૃત્યુ પ્રમાણપત્રોમાં કોવિડ મોત તરીકે પ્રમાણિત કરવામાં આવ

(7:33 pm IST)