Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

તામિલનાડુ સરકારે 28 જૂન સુધી લોકડાઉન લંબાવ્યું :ત્રણ સ્તર પર લાગુ કરાશે નિયંત્રણો

ટિયર-1માં 11 જિલ્લાઓ ,ટિયર-2માં 23 જિલ્લા અને ટિયર -3માં ચેન્નાઈ, તિરૂવલ્લૂર, કાંચીપુરમ અને ચેંગલપેટ શામેલ

ચેન્નાઇ : તમિલનાડુ સરકારે મેડિકલ એક્સપર્ટ્સની સલાહ બાદ રાજ્યમાં ફરી એક વખત લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે. તમિલનાડુની એમકે સ્ટાલિન સરકારે રવિવારે રાજ્યમાં કોરોને ધ્યાનમાં રાખીને લગાવવામાં આવેલા લોકડાઉનને 28 જૂન સુધી વધારી દીધુ છે. જોકે આ સમયે અમુક જિલ્લામાં અમુક છૂટ પણ આપવામાં આવી છે. છૂટના આધાર પર તમિલનાડુને જિલ્લાના ત્રણ સ્તરોમાં વહેચવામાં આવ્યા છે. ટિયર-1, ટિયર-2 અને ટિયર-3.

 ટિયર-1માં 11 જિલ્લાઓનો સમાવેશ થાય છે જ્યાં વધારે છૂટ આપવામાં નથી આવી. કારણ કે આ જિલ્લાઓમાં દરરોજ સામે આવેલા પોઝિટીવ કેસોમાં વધારો થયો છે. આ જિલ્લામાં કોયંબટૂર, નાઈઝીરિયા, થિરૂપ્પુર, ઈરોડ, સલેમ, કરૂર, નમક્કલ, તંજાવુર, થિરૂબરૂર, નાગપટ્ટિનમ અને મયિલાદુથુરાઈ શામેલ છે. ટિયર-2માં 23 જિલ્લા પણ શામેલ છે. જેમાં અમુક વધારે છૂટ પણ આપવામાં આવી છે. ટિપર-3માં, જેમાં ચેન્નાઈ, તિરૂવલ્લૂર, કાંચીપુરમ અને ચેંગલપેટ શામેલ છે. કો ટિયર-2ના જિલ્લાઓમાં વધુ છૂટ આપવામાં આવી છે.

(6:34 pm IST)