Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

વિરાટ કોહલી સામે અમ્પાયરે રિવ્યૂ લેતા વિવાદ:વિરેન્દ્ર સહેવાગે ઠાલવ્યો આક્રોશ

સેહવાગે લખ્યું -અજીબો-ગરીબ અમ્પાયરીંગ, અમ્પાયર દ્વારા કોઇ જ નિર્ણય ના આપવામાં આવ્યો

મુંબઈ : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સાઉથમ્પટનમાં, વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ રમાઇ રહી છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી પોતાની ઇનીંગ દરમ્યાન, અમ્પાયર રિચર્ડ ઇલિંગવર્થ એ તેના વિરુદ્ધ રિવ્યુને લઇને ખફા દેખાયો હતો. ભારતીય બેટીંગ ઇનીંગની 41 મી ઓવરની અંતિમ બોલ પર કોહલીએ લેગ સ્ટંપની બહાર જતા દડા પર શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બોલ વિકેટકીપર પાસે પહોંચ્યો હતો. જેને લઇ બોલર ટ્રેન્ટ બોલ્ટ એ કેચ આઉટ માટે અપીલ કરી હતી.

ટ્રેન્ટ બોલ્ટની અપીલ પર ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન નિર્ધારીત સમયમાં DRS લઇ શક્યો નહોતો. તેના બાદ અમ્પાયર રિચર્ડ ઇલિંગવર્થ લેગ અમ્પાયર સાથે આ અંગે વાર કરવા લાગ્યા હતા. આમ તેઓએ વાતચીત બાદ અમ્પાયર રિવ્યૂ લેવાનો નિર્ણય કર્યો હતો. કોહલીએ આ અંગે અમ્પાયર સાથે વાતચીત કરી હતી.

કોહલીનુ માનવુ હતુ કે, અમ્પાયરે પ્રથમ આઉટની અપીલને નકારી દીધી હતી. વિરોધી ટીમના કેપ્ટન DRS નથી લઇ શક્યો, તો ફિલ્ડ અમ્પાયર એ કેવી રીતે રિવ્યૂ લેવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે ટીવી અમ્પાયર એટલે કે થર્ડ અમ્પાયર એ પૂરી રીતે જોઇ લીધુ હતુ, કે બોલ અને બેટનો સંપર્ક નથી થયો. ત્યારે રમત આગળ વધારવા માટે ફીલ્ડ અમ્પાયરે રમતને આગળ ધપાવવા માટે નિર્દેશ આપ્યા હતા.

અમ્પાયરના આ પ્રકારને વ્યવહારને લઇને વિવાદ સર્જાવા લાગ્યો હતો. સોશિયલ મીડિયા પર આ અંગે રોષ પ્રગટ થવા દરમ્યાન પૂર્વ દિગ્ગજ ખેલાડીઓએ પણ અમ્પાયરના વ્યવહારની ટીકા કરી હતી. પૂર્વ ઓપનર બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે પણ ટ્વીટ કરીને રોષ ઠાલવ્યો હતો. તેણે લખ્યુ હતુ, અજીબો-ગરીબ અમ્પાયરીંગ, અમ્પાયર દ્વારા કોઇ જ નિર્ણય ના આપવામાં આવ્યો અને તેઓ સ્વતઃ સમીક્ષા બની ગયા.

(12:49 am IST)