Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

હવે અપૂરતા સૂર્ય પ્રકાશે રમત બગાડતા ક્રિકેટપ્રેમીઓમાં : નિરાશા :બીજા દિવસના અંતે ભારતના 3 વિકેટે 146 રન

બીજા દિવસની રમત ઝાંખા પ્રકાશને લઇને રોકાયા બાદ ફરી શરુ થઇ નહોતી.

સાઉથમ્પ્ટનું વાતાવરણ બે દિવસથી ક્રિકેટ પ્રેમીઓનુ દિલ ભાંગી રહ્યુ છે. પ્રથમ દિવસે બોલ તો ઠીક, ટોસ પણ ઉછાળી ના શકાયો. કારણ કે બે દિવસથી સાઉથમ્પટનમાં વરસાદ વરસ્યો હતો. બીજા દીવસે વરસાદે તો, પરેશાની કરી નહોતી, પરંતુ અપૂરતા સૂર્યપ્ર કાશને લઇને રમતને રોકી દેવામાં આવી હતી.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી, વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ  ફાઇનલ મેચમાં અવરોધ જારી રહ્યો હતો. પરંતુ બીજા દિવસની રમત 64.4 ઓવર પર જ સમેટાઇ ગઇ હતી. ટીમ ઇન્ડીયા ટોસ ગુમાવીને બેટીંગ માટે મેદાને આવી હતી. જેમાં બીજા દિવસના અંતે પ્રથમ ઇનીંગ રમતા ભારતે 3 વિકેટે 146 રન કર્યા હતા.

બીજા દિવસની રમત ઝાંખા પ્રકાશને લઇને રોકાયા બાદ ફરી શરુ થઇ નહોતી. BCCI એ પણ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. અને ત્રીજા દિવસે રમતની શરુઆત થવાની આશા દર્શાવી હતી.

(12:31 am IST)