Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

અદાણી પોર્ટસ એન્‍ડ સ્‍પેશીઅલ ઇકોનોમિક ઝોન લી.ની ઐતિહાસિક સિધ્‍ધીઃ ૧૪૬૦ મેટ્રીકટન વજન સાથેની, ૧૪૫ᅠમીટર જેટલી લંબાઇ ધરાવતી, ૮ મીટરની ઊંડાઇ સાથે ૩૮ મીટરનું મહોરૂ ધરાવતી વિશાળકાય સ્‍ટીમર મુંદ્રા પોર્ટ ઉપર લાંગરવાનો વિક્રમ

મુંદ્રાઃ મુંદ્રા પોર્ટ ઉપર ૧૪૬૦૦ મેટ્રીકટન વજન સાથેની, ૧૪૫.૬ મીટર લંબાઇ ધરાવતી, તથા ૮ મીટરની ઊંડાઇ સાથે ૩૮ મીટરનું મહોરૂ ધરાવતી સ્‍ટીમર લાંગરી શકવાનો સૌપ્રથમ ઐતિહાસિક વિક્રમ નોંધાયો છે.

MV DONGBANG GIANT NO.2 સ્‍ટીમર ભૂમધ્‍ય સમુદ્રના મુંદ્રા પોર્ટ ઉપર લાંગરી શકે તથા તેના ઉપરથી માલ વહનની સુવિધા કરી શકવાની આ પ્રથમ ઘટના છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૧ વર્ષથી મુંદ્રા પોર્ટ દશે દિશાએ માલ વાહક સ્‍ટીમરીન આવ-જા માટે મહત્‍વનું મથક બની ચૂકયું છે

દરિયાની ઊંડાઇ વચ્‍ચે વિશાળકાય મોજાઓની થાપટ હોવા છતાં તેમાંથી માલનું પરિવહન કરવાનું દુષ્‍કર કામ મુંદ્રા પોર્ટ ઉપર થઇ રહ્યું છે. જે મેઇક ઇન ઇન્‍ડિયા સાથે મોરપિચ્‍છની કલગી સમાન છે. તેવું અદાણી પોર્ટસ એન્‍ડ સ્‍પેશીઅલ ઇકોનોમિક ઝોન લી.ના અહેવાલ દ્વારા શ્રી જયદીપ શાહની યાદીમાં જણાવાયું છે.

(8:53 pm IST)
  • ઉત્તર કોરિયામાં અનાજની અછત :દક્ષિણ કોરિયા 50 હજાર ટન ચોખા મોકલશે :દક્ષિણ કોરિયાએ કહ્યું કે ગત મહિને જાહેર કરાયેલ પોતાના બીજા સહાયતા પેકેજમાં તે વિશ્વ ખાદ્ય કાર્યક્રમ અંતર્ગત 50,000 ટન ચોખા ઉત્તર કોરિયા મોકલવા યોજના બનાવે છે access_time 1:09 am IST

  • પીએમ મોદીની ડિનર ડિપ્લોમસી :પીએમ મોદીએ લોકસભા અને રાજ્યસભાના સભ્યોને દિલ્હીની ફાઇવ સ્ટાર હોટલમાં રાત્રીભોજનનું આયોજન કર્યું:બંન્ને સદનનાં લગભગ 750 સભ્યોને સંસદીય કાર્યમંત્રી દ્વારા આમંત્રણ મોકલ્યું : હોટલ અશોકમાં આયોજીત રાત્રીભોજનમાં રાજ્યસભાનાં વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ ઉપરાંત એનડીએ અને યુપીએના ઘટક દળનાં નેતાઓ જોડાયા:દ્રમુકની કનિમોઇ, આપનાં રાજ્યસભા સભ્ય સંજય સિંહ, ભાજપમાં જોડાયેલા ટીડીપીના ત્રણ સહિતના જોડાયા હતા. access_time 1:12 am IST

  • બનાસકાંઠાના થરાદમાં ૩ ઇંચ વરસાદઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદે વિરામ લીધો છે. આ દરમિયાન બનાસકાંઠાના થરાદમાં ૩ ઇંચ વરસાદ પડયો છે. જયારે ર૪ કલાક દરમિયાન ગુજરાત રાજયનાં ૪૭ તાલુકામાં સામાન્ય વરસાદ પડયો છે access_time 3:45 pm IST