Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

બંગાળમાં ફરી હિંસા : એકનું મોત, ઘણા લોકો ઘાયલ થયા

બે જૂથના લોકો આમને સામને આવતા હિંસા : એકબીજા જૂથ ઉપર બોંબ ઝીંકાયા અને ગોળીબાર કરાતા તંગ સ્થિતિ : મોટી સંખ્યામાં આરએએફના જવાનો તૈનાત

કોલકાતા, તા. ૨૦  : પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગના જિલ્લામાં ભાટપારા વિસ્તારમાં ફરી એકવાર હિંસા ભડકી ઉઠી છે જેમાં એકનું મોત થયું છે. અથડામણમાં અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે. બે જૂથ વચ્ચે આજે અથડામણ થયા બાદ તંગ સ્થિતિ જોવા મળી હતી. પોલીસ અધિકારીઓના કહેવા મુજબ મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ રામબાબુ તરીકે થઇ છે. ઘાયલ થયેલા લોકોની ઓળખ હજુ સુધી થઇ શકી નથી. રિપોર્ટમાં જણાવ્યા મુજબ બે લડી રહેલા જૂથના સભ્યો દ્વારા હવામાં ગોળીબાર કરવામાં આવ્યા હતા. સાથે સાથે એકબીજા ઉપર બોંબ ઝીંકવામાં આવ્યા હતા. નવા બનાવવામાં આવેલા પોલીસ સ્ટેશન નજીક આ હિંસક અથડામણ થઇ હતી. નવા બનાવવામાં આવેલા પોલીસ સ્ટેશનનું આજે જ ઉદ્ઘાટન કરવા માટેની તૈયારી હતી પરંતુ હિંસા ભડકી ઉઠી હતી. હિંસા ભડકી ઉઠવાની સાથે જ આસપાસના વિસ્તારોની તમામ દુકાનો, માર્કેટ અને વેપારી પેઢીઓ અંધાધૂંધી વચ્ચે બંધ થઇ ગઇ હતી. રેપિડ એક્શન ફોર્સના જવાનોની સાથે તરત જ પોલીસ ટુકડી પણ ગોઠવી દેવામાં આવી હતી. ભાટપારામાં ૧૯મી મે બાદથી શ્રેણીબદ્ધ અથડામણ થઇ ચુકી છે. ૧૯મી મેના દિવસે આ વિધાનસભા ક્ષેત્રમાં પેટાચૂંટણી યોજાઈ હતી ત્યારબાદ લોકસભાની ચૂંટણી વેળા પણ વ્યાપક હિંસા બંગાળના જુદા જુદા ભાગોમાં થઇ હતી. લોકસભામાં તમામ સાત તબક્કાની ચૂંટણી દરમિયાન હિંસા થતાં મોટી સંખ્યામાં લોકોના મોત પણ થયા હતા. બંગાળની ચૂંટણી રક્તરંજિત બની હતી. અંતે પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ જોરદાર દેખાવ કરીને ૧૮ બેઠકો જીતી હતી જ્યારે મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને મોટો ફટકો પડ્યો હતો. ટીએમસી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ચૂંટણી દરમિયાન મુખ્યરીતે હિંસા થઇ હતી. એકબીજાના કાર્યકરોની હત્યા કરવાના આરોપ થયા હતા.

(8:41 pm IST)
  • અમદાવાદમાં ટ્રકની ટક્કરે પિતા અને તેના બે પુત્રોના કરૂણમોતઃ ટ્રક ચાલક ભાગતા પોલીસે પીછો કરીને ઝડપી લીધોઃ અમદાવાદમાં વટવા વિનોબા ભાવે નગર પાસે અકસ્માતની ઘટના બની છેે: જેમાં બે બાળકો અને પિતાનું ટ્રકની ટક્કર લાગતા મોત થયું છેઃ જોકે ટ્રક ચાલક અકસ્માત કરીને ભાગતા પોલીસે પીછો કરી ટ્રક ચાલકને ઝડપી પાડ્યો છેઃ વધુ તપાસ હાથ ધરી છે access_time 11:26 am IST

  • બનાસકાંઠાના થરાદમાં ૩ ઇંચ વરસાદઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદે વિરામ લીધો છે. આ દરમિયાન બનાસકાંઠાના થરાદમાં ૩ ઇંચ વરસાદ પડયો છે. જયારે ર૪ કલાક દરમિયાન ગુજરાત રાજયનાં ૪૭ તાલુકામાં સામાન્ય વરસાદ પડયો છે access_time 3:45 pm IST

  • વડોદરા એસઓજીએ દરોડા પાડી વાઘોડિયા રોડ પરથી રેલવેમાં નોકરીની લાલચ આપી ઠગાઇ કરતી ગેંગ ઝડપી :પોલીસે બોગસ પ્રમાણપત્રો સહિતની સામગ્રી કરી જપ્ત: ઠગાઇ કરતા 5 શખ્સોની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી access_time 2:27 pm IST