Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

ગાંધી પરિવાર યોગ કરતું નથી એટલી તેમની દશા બગડી

બાબા રામદેવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરાર પ્રહાર કર્યા

નવી દિલ્હી, તા. ર૦ : આવતી કાલે એટલે કે, ૨૧ જુને સમગ્ર વિશ્વમાં યોગ દિવસ મનાવવામાં આવશે. આ યોગ દિવસે યોગ ગુરુ બાબારામ દેવ મહારાષ્ટ્રમાં યોગ કરશે. યોગાગુરુ બાબા રામદેવે યોગને લઇને ગાંધી પરિવારને આડે હાથ લીધુ.

બાબા રામદેવે કહ્યુંઙ્ગ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેરમાં યોગ કરે છે. પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ અને ઇન્દિરા ગાંધી છૂપાઇને યોગ કરતા હતા. ગાંધી પરિવારની નવી પેઢીએ યોગ કર્યા નહી તેથી તેમની રાજનીતિ બગડી ગઇ. યોગ કરનારાઓના અચ્છે દિન આવે છે,ઙ્ખ

૨૦૧૪માં લોકસભાની ચૂંટણી અને તે બાદ ૨૦૧૯દ્ગક લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન બાદ યોગગુરુ બાબા રામદેવે કોંગ્રેસ પર નિશાન સાધવાની તક મળી અને આ વખતે તેમણે યોગને લઇને કોંગ્રેસ પર પ્રહાર કર્યાં. યોગ ગુરૂ બાબા રામદેવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ કે, જવાહરલાલ નહેરૂ, ઈન્દિરા ગાંધીના વંશજોએ યોગનું સન્માન નથી કર્યુ. જેથી કોંગ્રેસ આજે સત્ત્।ામાંથી બહાર છે. અને કોંગ્રેસે દેશમાંથી રાજયોગ પણ ગુમાવ્યો.

બાબા રામદેવે વધુમાં કહ્યુ કે, જે યોગ કરે છે તેમને ભગવાનના સીધા આશિર્વાદ મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકો વચ્ચે જઈને યોગ કરે છે. તેમની સાથે ભાજપના તમામ સાંસદ અને કેન્દ્રીય પ્રધાન યોગ કરે છે. જેથી પીએમ મોદીને ગૌરવ પ્રાપ્ત થયુ છે.

જયારે નહેરુ અને ઈન્દિરાજી છુપાઈને યોગ કરતા હતા. બાબા રામદેવે ત્રણ તલાક અને આર્ટિકલ ૩૭૦દ્ગટ મુદ્દો પણ ઉઠાવ્યો. દેશમાં નવી સરકાર આર્ટિકલ ૩૭૦ અને ત્રણ તલાક અંગે કામ કરી રહીઙ્ગ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૧ જૂનનો દિવસ આંતરરાષ્ટ્રિય યોગ દિવસ તરીકે ઉજવાય છે અને યોગ તરફ લોકો વળ્યા પણ છે.

(4:17 pm IST)