Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

આયુષ્યમાન ભારતની પ્રાઇસ લીમીટની પુનઃ વિચારણા થશેઃ હોસ્પીટલોની ફરીયાદો નહિ રહે સરકારે ૩૦૦ ડોકટરોની કમીટી બનાવી

નવી દિલ્હી તા. ર૦ : આયુષ્માન ભારત યોજના હેઠળ ૧૩૦૦ મેડીકલ પેકેજીસની કોસ્ટનો રીવ્યુ કરવા માટે સરકારે દેશભરના ૩૦૦ ડોકટરોની બનેલી એક કમીટી રચી છે. આ વીમા સ્કીમમાં પેકેજની નીચી સીલીંગ હોવાની હોસ્પીટલો અને ઇન્ડીયન મેડીકલ એસો.ની લાંબા સમયની ફરીયાદ હતીઃ દા.તા. હૃદયરોગની સર્જરીની મર્યાદા રૂ.૧થી ૧.પ૦ લાખ છે જયારે સીઝેરીયન કે હાઇરીસ્ક ડીલીવરીની સીલીંગ માત્ર રૂ. ૯૦૦૦છે.: કુલ ર૪ કમીટી બનાવાઇ છે જેમાં દરેકમાં ૧૩ થી ૧૪ સ્પેશ્યાલીસ્ટ હશેઃ આ ઉપરાંત સરકાર પ્રાઇવેટ હોસ્પીટલોના મેડીકલ પેકેજીસની કોસ્ટની પણ પુનઃ વિચારણા કરશે

(4:15 pm IST)