Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

નોકરી દરમિયાન ખુશ રહેવાની સાદી ચાવીઓઃમાઇક્રો બ્રેક લેવાથી મળે છે અનેક ફાયદાઓ

યુવા વર્કરોને આકર્ષવા માટે અમુક કંપનીઓ નેમ પોડ અને બ્રેક રૂમની વ્યવસ્થા રાખવી હોય છે પણ મોટા ભાગની ઓફીસોમાં એક ઝોકુ ખાવું કે ફુટબોલ મેચ જોવો પ્રમોશનમાં રૂકાવટ બની શકે છે.

સ્વરોજગાર ધરાવતા અથવા રીમોટ વર્કર તરીકે કામ કરતા લોકો જેમને બોસની બીક નથી હોતી તેવા લોકો પણ લંચ બ્રેક સિવાયના બ્રેક વિષે નથી વિચારી શકતા. પણ આ પરિસ્થિતિના કારણે એમ્પ્લોઇના આરોગ્ય અને ઉત્પાદકતાને નુકસાન થાય છે. હમણાં તાજેતરમાં મળેલી સાબિતીઓ દર્શાવે છે કે કામ દરમ્યાનના નાના નાના બ્રેક તેમના કામને આનંદ દાયક અને સારા બનાવે છે.

કોલ સેન્ટરના કર્મચારીઓ પર તાજેતરનાં થયેલા એક અભ્યાસમાં જણાયું હતું કે રીલેક્ષ થવા માટે અથવા સામાજીક કામ માટે લેવાયેલ નાનકડા બ્રેકથી કામદારોની પોઝીટીવ અસરો વધે છે જેનાથી તેના કામ પ્રત્યેનો લગાવ, શકિત અને ઉત્સાહમાં વધારો થાય છે.

આ અભ્યાસના સહલેખક અને ઇવીનોઇસ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ રીલેશનશીપના આસીસ્ટન્ટ પ્રોફેસર મુંગ આહ પાર્ક કહે છે કે માઇક્રો બ્રેકથી તેમના પરફોર્મન્સ પર ડાયરેકટ અસર નથી દેખાતી પણ તે પરોક્ષ રીતે કામદારોની પોઝીટીવ ઇમોશન્સ પર અસર કરે છે. પાર્કના બીજા એક અભ્યાસમાં એવું કહેવાયું ોછે કે માઇક્રોબ્રેકથી નેગેટીવ ઝુડનો દર ઘટે છે.

માઇક્રોબ્રેક અંગે થયેલા બીજા અભ્યાસો પણ આ વાતને ટેકો આપે છે. બોયસર યુનિવર્સીટી દ્વારા ર૦૧૬માં કરવામાં આવેલ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે કામ દરમ્યાન બ્રેકસ લેવાથી શકિત, ધ્યાન અને કામ પ્રત્યેની વગનમાં વધારો તો થાય જ છે તે ઉપરાંત તેનાથી જોબ સેટીસફેકશન પણ વધે છે. આ અભ્યાસના લેખિકા અને મેનેજમેન્ટના પ્રોફેસર એમિલી હન્ટરનું કહેવું છે કે જે લોકો વારંવાર શોર્ટ બ્રેક લેતા હોય છે તેમનામાં માથાના દુખાવાની, આંખો ખેંચાવાની અને પીઠના દર્દની ફરીયાદો ઓછી જોવા મળી હતી.

અમેલી હન્ટર માઇક્રો બ્રેંકની સરખામણી યોગ્ય હાઇડ્રેશન સાથે કરે છે. આખા દિવસ દરમ્યાન તમે થોડું થોડું પાણી પીતા રહો અને એક જ વખતે આખા દિવસની જરૂરીયાતનું પાણીથી લો તેમાં જેટલો ફેર પડે છે તેવો જ ફરક માઈક્રો બ્રેકથી પડે છે. માઇક્રોબ્રેકથી તમારૃં કામ પ્રત્યેનું ધ્યાન, શકિત અને લગન ઘટતી અટકે છે.

માઇક્રોબ્રેકથી તાત્કાલિક મુડ સુધારો અને ઉત્પાદકતામાં વધારા ઉપરાંત કામદારના થાકમાં થતો ઘટાડો અને તેના કારણે ઉત્પાદકતામાં વધારો એ નોકરી દાતા માટે વધારાનો ફાયદો છે.

જર્મનીની બીપઝીંગ યુનિવર્સીટીમાં ઓર્ગેનાઇઝેશનલ આઇકોલોજીના પ્રોફેસર અને ચેર પર્સન હાજોસ ઝેકર કહે છે માઇક્રોબ્રેક કાયમ નકકી કરેલા સમયે ન હોવો જોઇએ. તે થોડીક સેકન્ડથી માંડીને કેટલીક મીનીટો પુરતો ગમે ત્યારે લઇ શકાય અને તે દરમ્યાન કંઇક સારી અને આરોગ્યપ્રદ પ્રવૃતિ થવી જોઇએ. તેના અનુસાર ઓફીસમાં થોડું ચાલી નાખવું અથવા સહકર્મચારી સાથે મૈત્રી પુર્ણ વાતચીત વગેરે તેમાં આવી શકે છે. (ટાઇમ હેલ્થમાંથી સાભાર)

(3:36 pm IST)