Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

રાષ્ટ્રપતિનાં પ્રવચન વખતે રાહુલ મોબાઇલમાં વ્યસ્ત

સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ : ર૪ મિનિટ મોબાઇલમાં વ્યસ્ત રહ્યા : ર૦ મિનિટ સોનિયા સાથે ઘુસપુસ કરી

નવી દિલ્હી, તા. ર૦ : સંસદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરૂવારના રોજ નરેન્દ્ર મોદી સરકારના આવતા પાંચ વર્ષનો પ્લાન મૂકયો. આ બધાની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો એક વીડિયો સામે આવ્યો છે. તેમાં અભિભાષણ દરમ્યાન તેઓ મોબાઇલ દેખતા જોવા મળી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના એક કલાકથી થોડા લાંબા અભિભાષણ દરમ્યાન પહેલાં ૨૪ મિનિટ રાહુલ ગાંધી પોતાના મોબાઇલમાં વ્યસ્ત રહ્યા.

૨૪ મિનિટ મોબાઇલ પર સ્ક્રોલ અને કંઇક ટાઇપ કર્યા બાદ પછી ત્યાંની ૨૦ મિનિટ તેઓ બાજુમાં બેઠેલા સોનિયા ગાંધી સાથે વાતચીત કરતાં રહ્યા. આ દરમ્યાન રાષ્ટ્રપતિનું અભિભાષણ ચાલી રહ્યું હતું. રાહુલ ગાંધીએ એક વખત પણ રાષ્ટ્રપતિના અભિભાષણ દરમ્યાન મેજ થપથપાવી નહીં. છેલ્લે એક સેકન્ડ માટે મેજને અડ્યા. જયારે યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ લગભગ ૬ વખત મેજ થપથપાવી. ૧૭જ્રાક લોકસભામાં વધુ મહિલા સાંસદોને પંસદ કરવા પર અને મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવા પર પણ સોનિયા એ મેજ થપથપાવી. પરંતુ રાહુલ પોતાના મોબાઇલને જોતા રહ્યા.

સૌથી વધુ લાંબા સમય સુધી સાસંદોએ ત્યારે મેજ થપથપાવી, જયારે રાષ્ટ્રપતિએ ઉરી સર્જિકલ સ્ટ્રાઇક અને બાલાકોટ એર સ્ટ્રાઇકનો ઉલ્લેખ કર્યો. આ દરમ્યાન સોનિયા એ પણ મેજ થપથપાવી પરંતુ રાહુલ ગાંધી નીચે જોતા શાંત બેસી રહ્યાય કેટલીય વખત સોનિયા એ તેમની તરફ જોયું પરંતુ તેઓ જૈસે થૈ બેસી રહ્યા. રાહુલનું ધ્યાન ૧૧.૪૦ મિનિટ બાદ તસવીરો ખેંચાવામાં વધુ હતું. વચ્ચે સોનિયા અને રાહુલ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના ચિત્રને જોઇ કંઇક ચર્ચા કરતા રહ્યા.

પછી રાહુલ ગાંધીએ મંચની તસવીરો ખેંચીને સોનિયાને જોવામાં વધુ વ્યસ્ત દેખાયા. ભાષણ પૂરું થતા તો રાહુલ ચાલવા લાગ્યા. ત્યારે સોનિયાએ તેમને ઇશારો કર્યો કે રાષ્ટ્રપતિ અભિનંદન કરવા માટે આવી રહ્યા છે. જયારે રાષ્ટ્રપતિ રાહુલ ગાંધીની પાસે પહોંચ્યા તો તેમણે ખુદ નમસ્કાર કરીને હાથ આગળ વધાર્યો ત્યારબાદ રાહુલે મહામુહિમ સાથે હાથ મિલાવ્યા.

(3:31 pm IST)