Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

ત્રણ શખ્શો સાથે ત્રણ કોલગર્લે નક્કી કર્યું :ફાર્મ હાઉસમાં ત્રણને બદલે નવ શખ્શો :ઇન્કાર કરતા તમામ નરાધમે ગેંગરેપ કર્યો

યુપીના નોએડાના ફાર્મ હાઉસ પર ત્રણ કૉલ ગર્લ્સ પર ગેંગરેપ :સાતની ધરપકડ :બે ની શોધખોળ

ઉત્તર પ્રદેશમાં નોએડાના એક ફાર્મ હાઉસ પર ત્રણ કૉલ ગર્લ્સના ગેંગરેપની ઘટના બહાર આવી છે પોલીસે ફરિયાદ નોંધીને સાત લોકોની ધરપકડ કરી છે અને અન્ય બે રોપી હજુ સુધી ફરાર છે. હાલ પોલીસે ફાર્મ હાઉસ સીલ કરીને આરોપીઓની તલાશ શરૂ કરી છે.

   આ અંગે પોલીસ અધિક્ષકે જણાવ્યું કે ત્રમેચ કૉલ ગર્લ્સ દિલ્હીની રહેવાસી છે. તેમાંથી એક કૉલ ગર્લે થાણા એક્સપ્રેસવેમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં પીડિતાએ જણાવ્યું કે, તે પોતાની સાથી કૉલ ગર્લ સાથે ગઇ કાલે રાતે 11.30 વાગ્યાની આસપાસ લાજપત નગર મેટ્રો સ્ટેશન પાસે ગ્રાહકોની તલાશમાં ઉભી હતી ત્યારે  એક સફેદ રંગની કાર આવીને ઉભી રહી. કારમાં 2 લોકો સવાર હતા. તેણે કૉલ ગર્લ્સને પ્રતિ વ્યક્તિ 3 હજાર રૂપિયાના હિસાબે 9 હજાર રૂપિયામાં એક રાત માટે બુક કરી. તે બાદ કારમાં બેસીને તે દિલ્હીથી નોએડા આવ્યાં.હતા ત્યારે કૉલ ગર્લે વાંધો ઉઠાવ્યો તો તે ઘર થોડા જ અંતરે હોવાનું જણાવ્યું. તે બાદ આરોપી ત્રણેય કોલ ગર્લને થાના એક્સપ્રેસવે ક્ષેત્રના છપરોલી ગામના એચપીએસ ફાર્મ હાઉસ પર લઇ આવ્યાં હતા .

  એસએસપીએ જણાવ્યું કે ફાર્મ હાઉસ પર જ્યારે કૉલ ગર્લે જોયું કે ત્યાં ત્રણના બદલે 9 લોકો છે તો તેમણે શારિરિક સંબંધ બાંધવાથી ઇનકાર કરી દીધો. આ વાત સાંભળીને આરોપી રોષે ભરાયા અને તેની સાથે મારપીટ કરીને એકપછી એક તેની સાથે ગેંગરેપ કર્યો.હતો 

  પોલીસે સાત લોકોની ધરપકડ કરી લીધી છે જ્યારે હજુ 2 આરોપીઓ ફરાર છે. અધિકારીએ જણાવ્યું કે જે સ્થળે ગેંગરેપ થયો તેની પાસે જ એક અન્ય ફાર્મ હાઉસ પર થોડા દિવસ પહેલાં રેવ પાર્ટી ચાલી રહી હતી જ્યાં દરોડ પાડીને પોલીસે 150થી વધુ લોકોની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી કેટલાંક કેફી પદાર્થો પણ મળી આવ્યાં હતા.

(1:02 pm IST)