Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

દિલ્હી કોંગ્રેસમાં વિખવાદ : લોકસભા ચૂંટણીમાં હાર બાદ શીલા દીક્ષિતને હટાવવાની માંગણી

દિલ્હી પ્રદેશ કોંગ્રેસ પ્રભારી પીસી ચાકોને સાઇડલાઇન કરવાની માંગે પણ જોર પકડ્યું

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીમાં હાર બાદ દિલ્હી કોંગ્રેસમાં વિખવાદ શરૂ થયો છે. દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ શીલા દીક્ષિતને હટાવવાની માંગ પ્રબળ બની છે  દિલ્હી પ્રદેશ કોંગ્રેસ પ્રભારી પીસી ચાકોને સાઇડલાઇન કરવાની માંગે પણ જોર પકડ્યું છે. આ ઘટનાક્રમથી ચિંતિંત કેન્દ્રીય એકમના ઘણા વરિ્ષ્ઠ નેતાઓ પાસે પહોંચી રાજ્યના વર્તમાન નેતૃત્વ પર ગંભીરતાથી વિચાર કરી રહી છે.

  પાર્ટીના વરિષ્ઠ નેતાઓ મુજબ, 'આગામી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીની ભવિષ્યની રણનીતિ પર ચર્ચા શરૂ થઇ ગઇ છે. લોકસભા ચૂંટણીમાં પાર્ટીનું પ્રદર્શન અને દિલ્હીમાં કોંગ્રેસની કમાન સંભાળનારા નેતાઓના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે.'

  અન્ય એક નેતાએ કહ્યું કે, 'દિક્ષિતને બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી. પાર્ટી બદલાવ કરી શકે છે. ચાકોને પદ પરથી હટાવી શકાય તેમ છે. કેમકે અમે તેમના કાર્યકાળ દરમિયાન ઘણી ચૂંટણી હારી ચૂક્યા છે.

(12:43 pm IST)