Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

મોદીએ આપ્યો ઇમરાનખાનના પત્રનો જવાબ

આતંકનો સાથ છોડો ત્યારે જ વાતચીત સંભવ

આગામી સમયમાં આ ભૌગોલિક પરિવર્તન ઘાતક સાબિત થઈ શકે છે

નવી દિલ્હી, તા. ર૦ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ.જયશંકરે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન અને વિદેશ મંત્રી એફએમ કુરેશીના અભિનંદન સંદેશનો જવાબ આપ્યો છે. પીએમ મોદીએ ઇમરાન ખાનને લખેલી પોતાની ચિઠ્ઠીમાં આતંકના માહોલનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું કે બંનેની વચ્ચે એક અનુકૂળ વાતાવરણ બનાવા પર પુનર્વિચાર કરવો જોઇએ, જે આતંકનો રસ્તો છોડ્યા બાદ જ સંભવ છે. આ માહિતી સૂત્રો દ્વારા મળી છે.  જો કે ઇમરાન ખાનને મોકલેલા પત્રમાં આતંક મુકત માહોલનો ઉલ્લેખ કર્યો છે પરંતુ બંને મુલ્કોની વચ્ચે વાતચીત કયારે શરૂ થશે તોનો કોઇ ઉલ્લેખ કરાયો નથી. પત્રમાં કહ્યું છે કે ભારત પોતાના તમામ પાડોશી દેશોની સાથે શ્રેષ્ઠ સંબંધ ઇચ્છે છે. ક્ષેત્રમાં વિકાસ માટે શાંતિ અને સ્થિરતા જરૂરી છે. ભારત માટે પ્રાથમિકતા હંમેશા પ્રજાનો વિકાસ રહ્યો છે.

પાછલા દિવસોમાં કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં ૧૩-૧૪ જૂનના રોજ આયોજીત શાંદ્યાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન (લ્ઘ્બ્) સમિટમાં પીએમ મોદી અને ઇમરાન ખાનની મુલાકાત થઇ હતી. બંને નતાઓએ એસસીઓ સમિટમાં એકબીજાનું અભિવાદન ઝીલ્યું હતું. આ અભિવાદન સામાન્ય પ્રકૃતિનું હતું અને આ એ સમયે થયું, જયારે બંને લીડર્સ લોન્જમાં હતા.

એસસીઓ સંમેલન અને તેની પહેલાં પણ પાકિસ્તાની પીએમ કેટલીય વખત ભારત સાથે તમામ મુદ્દાઓને ઉકેલવા માટે વાતચીતની રજૂઆત કરી ચૂકયું છે. તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે પણ મુદ્દા છે, તેમણે વાતચીતથી જ ઉકેલી શકાય છે. રેડિયો પાકિસ્તાનને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે બંને દેશોના સૈન્ય રીતથી મુદ્દાને ઉકેલવાનું કોઇ પણ સંજોગોમાં વિચારવું જોઇએ નહીં. તેમણે કહ્યું કે બંને દેશોએ સાથે બેસીને કાશ્મીર મુદ્દો ઉકેલવો જોઇએ.  ફેબ્રુઆરીમાં પુલવામામાં સીઆરપીએફ કાફલા પર આતંકી હુમલા બાદ બંને દેશોના સંબંધોમાં કડવાશ ઉભી થઇ હતી. આ દ્યટના બાદ બંને વડાપ્રધાનનોની વચ્ચે આ પહેલું અભિવાદન હતું.

(1:16 pm IST)