Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

સુષ્મા સ્વરાજ અને સુમિત્રા મહાજનને રાજયસભામાં પણ નહીં મોકલાય

સુષમા સ્વરાજની ઉંમર હાલ ૬૭ વર્ષ અને સુમિત્રા મહાજનની ઉંમર ૭૬ વર્ષ છે

નવી દિલ્હી, તા.૨૦: ભાજપના બે કદ્દાવર મહિલા નેતા પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને લોકસભાની પૂર્વ સ્પીકર સુમિત્રા મહાજનને રાજયસભામાં પણ સાંસદ નહીં બનાવવાના સંકેત આપી દીધા છે. હકીકતમાં સુષમા સ્વરાજના પૂર્વ સાંસદના ઓળખ કાર્ડ માટે અરજી કરતાં અને સુમિત્રા મહાજને આ કાર્ડ મેળવ્યા બાદ આ વાત કહેવામાં આવી રહી છે.

સુષમા સ્વરાજની ઉંમર હાલ ૬૭ વર્ષ અને સુમિત્રા મહાજનની ઉંમર ૭૬ વર્ષ છે. બંનેએ ૧૬મી લોકસભામાં ક્રમશૅં મધ્યપ્રદેશની વિદિશા અને ઇન્દોર સીટનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

બંનેએ જાતે કરી હતી લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત સ્વરાજે ગયા વર્ષે સ્વાસ્થ્ય કારણોનો હવાલો આપતાં ૨૦૧૯ના લોકસભા ચૂંટણીમાં ભાગ ન લેવાની વાત કહી હતી. જોકે, તેઓએ રાજનીતિથી સંન્યાસની વાતથી ઇનકાર કર્યો હતો. બીજી તરફ, સુમિત્રા મહાજન આઠ વાર સાંસદ રહી ચૂકી છે. એપ્રિલમાં જ તેઓએ ભાજપને એક ખુલ્લા પત્રમાં લખ્યું હતું કે ભાજપ ઇનદોરથી પોતાના આગામી ઉમેદવાર ઉતારવામાં ખચકાયે નહીં. હવે તેઓ ચૂંટણી નથી લડવા માંગતા.

હવે તેમના આ પગલાએ સ્પષ્ટ કરી દીધું છે કે ભાજપ હવે આ બંને કદ્દાવર મહિલા નેતાઓને રાજયસભામાં પણ નહીં મોકલે. સુષમા સ્વરાજ ત્રણ દાયકા સુધી સંસદમાં રહેવા ઉપરાંત ૧૯૯૮માં થોડા સમય માટે દિલ્હીની મુખ્યમંત્રી પણ રહી ચૂકી છે.

પૂર્વ સાંસદના કાર્ડને મેળવવા માટે સભ્યોને પહેલાના કાર્ડસને સરેન્ડર કરવા પડે છે. ત્યારબાદ તેમને એક પૂર્વ સાંસદના કાર્ડ માટે એક એપ્લિકેશન લખવી પડે છે. આ એપ્લિકેશનની સાથે તેમને ત્રણ પાસપોર્ટ સાઇઝ તસવીરો પણ જમા કરાવવી પડે છે.

(11:31 am IST)