Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

કાલે થશે નિર્ણય

જીએસટી રીટર્ન દાખલ કરવાની સમય મર્યાદા ૩ મહિના વધશે

નવી દિલ્હી, તા. ર૦ : નાણાંકીય વર્ષ ર૦૧૭-૧૮ માટે જીએસટી રીટર્ન દાખલ કરવાની સમય મર્યાદા ત્રણથી ચાર મહિના વધી શકે છે ટેક્ષ સલાહકાર અને ટેક્ષ બાર એસોસિએશનના કેટલાક ફેફારો અને નોટિફિકેશન બાદ રીટર્ન દાખલ કરવા માટે ફકત ત્રણ મહિનાનો સમય પુરતો નથી અને તેને ત્રણથી ચાર મહિના વધારવાની ગુહાર લગાવી છે.

સુત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારે જીએસટીના વર્ષના રીટર્ન જીએસટી આર-સી-દાખલ કરવાની અંતિમ તારીખ ૩૦ જુનથી વધારવાની પૂરી તૈયારી કરી લીધી છે. તેના પર ર૧ જુને થનારી જીએસટી પરીષદની બેઠકમાં અંતિમ નિર્ણય થઇ શકે છે ફેરફાર હેઠળ નાના કારીબારીઓ માટે અંતિમ તારીખ ૩૧ જુલાઇ, મધ્યમ માટે ૩૧ ઓગસ્ટ અને નાના કારોબારીઓ માટે ૩૦ સપ્ટેમ્બર કરવામાં આવી શકે છે.

એ પહેલા સીએ, કંપની સચિવ અને કર સલાહકારોના ૪૦૦ સભ્યો વાળા તારીખ વધારવાની અપીલ કરીને કહ્યું કે અનેક ફેરફારો છતા તે ખુબ જ જટિલ પ્રક્રિયા છે. સરકારે જીએસટી આર-૯, જીએસટીઆર-૯એ અને જીએસટીઆર-૯ સી ફોર્મને માર્ચ, ર૦૧૯માં બહાર પાડયા અને ભરવા માટે ફકત ૩૦ જુન સુધીનો સમય આપ્યો. જે ખુબ જ ઓછો છે. (૯.૧)

(11:29 am IST)